કોરોનાની નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે ?
24, મે 2021

જિનિવા-

ભારતમાં અત્યારે ચારેય તરફ કોરોના વેક્સિનની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન ત્રીજી લહેરની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી લહેર બાળકોને નિશાન બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે દુનિયામાં ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અત્યારે વેક્સિન નથી લગાવવામાં આવી રહી. એટલું જ નહીં, ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે કોઈ પણ વેક્સિનને લીલી ઝંડી નથી મળી. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે, કોરોનાની નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

આ પ્રકારની વેક્સિન નાક દ્વારા આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ ઇન્જેક્શનવાળી વેક્સિન કરતા વધારે અસરદાર છે. સાથે જ આ લેવી પણ સરળ છે. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, વધારેમાં વધારે સ્કૂલ ટીચરને વેક્સિન લગાવવાની જરૂરિયાત છે. આ સાથે જ તેમણે કહ્યું કે, બાળકોને ત્યારે જ સ્કૂલમાં મોકલવા જાેઇએ જ્યારે કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો ઓછો થાય. સ્વામીનાથને કહ્યું કે, “ભારતમાં બનેલી નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આને બાળકોમાં લગાવવી સરળ હશે. સાથે જ આ રેસ્પિરેટરી ટ્રેકમાં ઇમ્યુનિટી વધારશે.” કેન્દ્ર સરકારે શનિવારના કહ્યું કે, બાળકો સંક્રમણથી સુરક્ષિત નથી, પરંતુ એ પણ કહ્યું કે, અત્યારે વાયરસની અસર બાળકો પર ઓછી થઈ રહી છે. દુનિયા અને દેશના આંકડાઓ પર નજર નાંખીએ તો ૩-૪ ટકા બાળકોને હૉસ્પિટલમાં ભરતી કરવાની જરૂર પડી છે. નીતિ આયોગના સભ્ય વી.કે. પૉલે કહ્યું કે, “જાે બાળકો કોવિડથી પ્રભાવિત થાય છે, તો યા તો કોઈ લક્ષણ નહીં હોય અથવા ઓછા લક્ષણો હશે. તેમને સામાન્ય રીતે હૉસ્પિટલમાં ભરતી થવાની જરૂરીયાત નથી, પરંતુ આપણે ૧૦-૧૨ વર્ષના બાળકો પર ધ્યાન આપવાની જરૂરીયાત છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution