ભાવનગર,તા.૧

આજકાલ હાર્ટ એટેકના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જે વ્યક્તિ આજે સાજાે હોય તે વ્યક્તિ ગમે ત્યારે સીવીયર હાર્ટ એટેકનો શિકાર બનતો જાેવા મળે છે, ત્યારે આવા સંજાેગોમાં ભારત સરકાર દ્વારા ઇમરજન્સી એટેક સમયે તુરંત યોગ્ય સારવાર દ્વારા વ્યક્તિના હાર્ટને કાર્યરત કરવા માટેની ખાસ ઝ્રઁઇની ટ્રેનિંગ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનું અને વધુમાં વધુ ટ્રેનર ઉભા કરવાનું અભિયાન ચાલે છે.

આવા સંજાેગોમાં સામાજિક સેવકાર્યો માટે જાણીતી સંસ્થા રોટરી કલબ રોયલ તથા બજરંગદાસ બાપા હોસ્પિટલની ક્રિટિકલ ટિમ દ્વારા વધુમાં વધુ ટ્રેનર ઉભા કરી ૫૦,૦૦૦ કરતા વધુ વ્યક્તિઓ સુધી ઝ્રઁઇ ટ્રેનિંગ પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે,જેમાં બજરંગદાસ હોસ્પિટલની ડોકટરોની ટિમ સાથે આ પ્રોજેકટનો પ્રારંભ જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ ખાતે વિદ્યાપીઠના સ્ટાફ, રોટ્રેક્ટના મેમ્બર્સ અને કલબના મેમ્બર્સ સહિત ૧૦૦ જેટલા લોકોએ ટ્રેનીંગમાં ભાગ લીધો હતો.

બજરંગદાસ હોસ્પિટલના ડો.દર્શન શુક્લ, ડો.હિરેન કવા, ડો ધવલ વૈદ્ય અને અન્ય નસિંગ સ્ટાફ ઉપસ્થિત રહી સંપૂર્ણ ઝ્રઁઇની પીપીટીના માધ્યમથી અને દરેક સભ્યોને પ્રેક્ટીકલ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી, ક્રિટિકલ સંજાેગોમાં શું કાળજી લેવી ? શું કરવું ? શું ન કરવું ? કઈ કઈ બાબતો ધ્યાન રાખવી.