ગાંધીનગર-

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી જીતનારી ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને ફરીથી એક્શનમાં આવી છે. ગુજરાતના 31 જિલ્લાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સંકળાયેલા છે, ત્યારે આ ચૂંટણીમાં કયા કાર્યકરોને ઉમેદવાર તરીકે પસંદ કરવા તેને લઈને ભાજપ પ્રદેશ અગ્રણીઓની બેઠકોનો ધમધમાટ શરુ થઈ ચૂક્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લોકો સુધી લઈ જશે. અગાઉ પેટા-ચૂંટણીની 8 બેઠકોના ઇન્ચાર્જના મંતવ્યો લેવામાં આવ્યા હતા. જો કે મોટી ચૂંટણીની જેમ નાની ચૂંટણીમાં નો-રિપીટ થિયરીનો પ્રશ્ન ઉભો થતો નથી. કારણ કે, નાની ચૂંટણીમાં ઉમેદવાર સતત લોકોના સંપર્કમાં હોય છે, પરંતુ ઉંમર અને કામગીરીને લઈને સુધારાને અવકાશ છે. દરેક સમાજનું પ્રતિનિધિત્વ થાય તેવો પ્રયત્ન કરાશે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી જીતનારી ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને ફરીથી એક્શનમાં આવી છે. ગુજરાતના 31 જિલ્લાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સંકળાયેલા છે.