27, એપ્રીલ 2025
અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં ૨૦૦૨ના વર્ષમાં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં લાશને તેમની જ ઈન્ડીકા કારમાં નાંખીને વાવોલથી ઉવારસદની વચ્ચે ઝાડીઓમાં ગાડીમાં પેટ્રોલ છાટીને સળગાવી દેવામાં આવી હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. તે સમે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપી વોન્ટેડ હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી નિરુપમ ઉર્ફે ભૂરિયો કણસાગરાની ગાંધીનગરના ડબલ મર્ડર કેસમાં ધરપકડ કરી છે. આરોપી ૨૩ વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે.પોતાની ઓળખ બદલી અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો.વર્ષ ૨૦૦૨માં ગાંધીનગરના પેથાપુર માં પૈસાની લેતી દેતી મામલે ઇન્ડિગો ગાડીમાં રહેલ સલીમ શેખ અને દેવશી ભરવાડની છ લોકોએ મળી છરી વડે હત્યા કરી હતું.હત્યા બાદ પૂરાવા નાશ કરવા માટે વાવોલથી ઉવારસદ પાસે ઈન્ડિગો ગાડી પેટ્રોલથી સળગાવી દીધી હતી.જે કેસમાં પાંચ આરોપી ધરપકડ થઈ હતી જેમાં પાંચે આરોપીને આજીવન કેદની સજા પડી હતી. પરંતુ મુખ્ય આરોપી જશુ પટેલની વર્ષ ૨૦૦૯માં હત્યા થતા મૃત્યુ નિપજ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આરોપી નિરુપમ ઉર્ફે ભુરીયો કણસાગરા હત્યા કર્યા બાદ મહારાષ્ટ્રના શેરડી ખાતે જતો રહ્યો હતો. જે બાદ ચોટીલા પાસે એક વાડીમાં ભાગમાં ૬ વર્ષ ખેતી કરી હતી. આરોપી નિરુપમ મુન્દ્રા ખાતે ડીઝલ જનરેટર કામ શીખ્યો હતો.જેના આધારે વડોદરા હાલોલ બે વર્ષ કંપની કામ કર્યું અને ભરૂચમાં પોતાનું ડીઝલ જનરેટર કામ કર્યું હતું અને લોકોને જનરેટ ભાડે આપવાનું કામ કરતો હતો પણ તે પોતાની ઓળખ છુપાવીને બધાને મુન્ના ભાઈ નામ આપતો હતો. ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળી કે, ગાંધીનગરના ડબલ મર્ડરનો આરોપી હવે સુરત રહેવા આવ્યો છે જેના આધારે ધરપકડ કરી છે. મૃતક સલીમ અને આરોપી જશુ પટેલને ૧.૪૦ લાખની લેતીદેતી હતી જે પૈસા પરત ન કરતા જશુ પટેલે તેના સાગરિતો સાથે મળી હત્યા કરવામાં આવી હતી.૬ આરોપી પૈકી નિરુપમ કણસાગરા વોન્ટેડ હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી પેથાપુર પોલીસને સોંપ્યો છે.