અમદાવાદ-

દેશી તમંચો અને બે કારતુસ જો ડે રાખી ફરી રહેલા યુવકને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી કારતુસ અને તમંચો જપ્ત કર્યો છે. પુછપરછ દરમિયાન આરોપી કારતુસ અને દેશી તમંચો રાજસ્થાનના અજમેર ખાતેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની વધુ પુછપરછ હાથધરી છે.

શહેરમાં રથયાત્રાને ધ્યનમાં રાખીને શહેર પોલીસ સહીતની એજન્સીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, સલમાન શેખ નામનો શખ્સ પોતાના કબ્જામાં ગેરકાયદે રીતે હથિયાર રાખી દરિયાપુર લીમડી ચોક પાસે આવેલ ચા ની લારી પર બેઠો છે જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમી માળી જગ્યાએ દરોડો પાડીને સલમાન શેખને ઝડપી પાડ્યો હતો. સલામની તપાસ કરતા દેશી તમંચો અને બે કારતુસ મળી આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ હથિયાર આઠ મહિના પહેલાં રાજસ્થાન અજમેર ખાતેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે કોની પાસેથી હથિયાર લાવ્યો અને હથિયાર જો ડે રાખવા પાછળનું કારણ શું હતુ તે અંગે વધુ પુછપરછ હાથધરી છે.