સૌરાષ્ટ્રના આ શહેરમાં ઋતુજન્ય રોગચાળામાં વધારો થતા સિવિલ હોસ્પિટલમાં ભીડ
30, જુલાઈ 2021

રાજકોટ-

રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થતા હવે ઋતુજન્ય રોગચાલમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. જ્યારે હોસ્પિટલમાં કેસ બારીએ નવા કેસ કઢાવવા માટે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોના બાદ હવે ઋતુજન્ય રોગચાળો વધતા વહેલી સવારથી જ દોડધામ હોઈ છે. શહેરમાં વાઇરલ તાવના સહિત સામાન્ય તાવના કેસમાં સત્તત વધારો જોવા મળ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઋતુજન્ય રોગચાળો વધ્યો છે. જેમાં છેલ્લા એક માસમાં ડેંગ્યુના - 8, મલેરિયા - 6,ચિકનગુનિયા - 3, ટાઈફોઈડ તાવ - 1, કોલેરા - 2, ઝાડા અને ઉલટી - 27, વાયરલ તાવ - 79 સહિતના વિવિધ રોગના કેસમાં વધારો થયો છે. જ્યારે હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ દવા લેવા માટે આવી રહ્યા છે. તેમજ હોસ્પિટલમાં પગ મુકવાની પણ જગ્યા નથી જોવા મળી રહી. વિવિધ ઋતુજન્ય રોગચાળો વધતા સિવિલ તંત્ર પણ ચિંતિત જોવા મળી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં વાયરલ બેકટેરિયલ અને પ્રોટોજોઅલના કેસમાં વધારો થયો છે. તેમજ સિવિલમાં દર્દીઓના ટોળા ઉમટી પડ્યા છે. જ્યારે ચોમાસાની ઋતુને અને મિશ્ર વાતાવરણને કારણે ઋતુ જન્ય રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને લોકોએ પાણી ઉકાળીને પીવા અને વાસી ખોરાક ન ખાવાની સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution