બેંકો અને નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓનો ગોલ્ડ લોન બિઝનેસ ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા ૧૦ લાખ કરોડ અને માર્ચ ૨૦૨૭ સુધીમાં રૂપિયા ૧૫ લાખ કરોડથી વધુનો થશે. આ માહિતી જાણીતી રેટિંગ એજન્સીની રિસર્ચમાં સામે આવી હતી. બેંકોની ગોલ્ડ જ્વેલરી-બેક્ડ એગ્રીકલ્ચર લોનમાં ગ્રોથ જાેવા મળી રહ્યો છે. જ્યારે, હાલમાં રિટેલ ગોલ્ડ લોનમાં વર્ચસ્વ ધરાવતી નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઝ નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧૭-૧૯ ટકાના દરે વિસ્તરશે. ગોલ્ડ લોનના માર્કેટમાં ગ્રોથ જાેવા મળી રહ્યો છે. તેમાં ગોલ્ડના પર ગ્રામ રેટમાં વધારો ગ્રાહકોની માંગ સૌથી મોટા પરિબળો છે. ગોલ્ડ લોન માર્કેટમાં અનઓગ્રેનાઈઝ્ડ સેક્ટરનો હિસ્સો ૬૩ ટકા છે. જ્યારે, બેંકો અને એનબીએફસીનો હિસ્સો ૩૭ ટકા છે. ભારતીય પરિવારો ૨૫,૦૦૦ ટન સોનાના જથ્થાના માલિક છે. જેની કિંમત અંદાજે રૂપિયા ૧૨૬ લાખ કરોડ જેટલી થાય છે. જ્યારે, ગોલ્ડ લોનનું માર્કેટ રૂ. ૭.૧ લાખ કરોડ સુધી જ પહોચ્યું છે. જેમાં, વધારાના સંકેતો જાેવા મળી રહ્યાં છે. ભારતમાં હાલમાં ગોલ્ડ લોનનું માર્કેટ ૫.૬ ટકા સુધી જ પહોચ્યું છે. દક્ષિણ ભારત ગોલ્ડ લોનનું સૌથી મોટું માર્કેટ છે. દક્ષિણમાં સોના પ્રત્યેના લગાવના પરિણામે તે બાકી ગોલ્ડ લોનનો ૭૯.૧૦ હિસ્સો ધરાવે છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ગોલ્ડ લોનના માર્કેટનો વિકાસ થઈ રહ્યો છે. ગોલ્ડ લોનનો ૯.૬૪ ટકા બાકી હિસ્સો આ ભાગોને આભારી છે. ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં હજી સુધી ગોલ્ડ લોન માર્કેટનો ગ્રોથ જાેવા મળ્યો નથી. આ વિસ્તારમાંથી બાકી લોનનો માત્ર ૦.૨૬ ટકા જ હિસ્સો છે.
ગોલ્ડ લોન લેનાર વ્યક્તિઓમાં ૩૧-૪૦ વર્ષ સુધીની ઉંમરના વ્યકિતઓનો મોટો ફાળો જાેવા મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ, ગોલ્ડ લોનનો ૪૩-૪૪ ટકા હિસ્સો તેમને આભારી છે. આ ઉંમરના ગાળામાં વ્યક્તિ ઘર ખરીદવા, કારકિર્દીને આગળ વધારવાની સાથે પરિવાર શરૂ કરવા જઈ રહ્યો હોઈ તે નાણાકીય સપોર્ટ સિસ્ટમ તરીકે ગોલ્ડ લોનનો આધાર લે છે. આ સિવાય એક્ટિવ લોનમાં ૨૧-૩૦ના વય જૂથની સંખ્યામાં ૨૦૨૧ની સરખામણીમાં બે ગણો વધારો નોંધાયો હતો.
Loading ...