દાહોદ-

દાહોદ પંથક માં ગોઝારી ઘટના ઘટી છે અને ખુબજ મોટી સંખ્યા માં લોકો પહોંચી રહ્યા છે અહીં તાજા જન્મેલા બાળક સાથે હોસ્પિટલ થી રીક્ષા માં આવી રહેલ પ્રસૂતા ની રીક્ષા તળાવ માં ખાબકતા ત્રણ માસૂમ બાળકો ના મોત થઈ ચૂક્યા છે પરિણામે સામા તહેવારો માં ગામલોકો માં અરેરાટી ફેલાઈ ગઇ છે.

વિગતો મુજબ દાહોદ નજીક આવેલા ચોસાલા ગામની 25 વર્ષીય મહિલાને પ્રસવ પરીડા ઉપડતાં તે ગામની બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે નજીકના PHC સેન્ટર પર પ્રસૂતિ કરાવવા માટે ગઈ હતી. જ્યાં તેણે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ આજે રીક્ષા મારફતે ત્રણેય મહિલાઓ નવજાત અને અન્ય બે નાનાં બાળકો સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે નાનીડોકી ગામે આવેલ 30 ફૂટ ઊંડા તળાવમાં રીક્ષા ખાબકી હતી. પરિણામે નવજાત બાળક સહિત બે બાળકો એમ ત્રણ બાળકો ના મોત થયા હતા. અકસ્માત બાદ ફાયર અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને મૃતક બાળકોનાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે લોકો માં કંપારી છૂટી ગઈ હતી. આ ઘટના ને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.