બોડેલી, તા.૧૫ 

બોડેલીના કોસીંદ્રાથી ચલામલી વચ્ચેના રસ્તે અકસ્માતને આમંત્રણ આપતી વૃક્ષોની લટકતી ડાળીઓ જોવા મળી રહી છે ચોમાસાની શરૂઆત પહેલા અને વિરામ બાદ વહીવટીતંત્ર ઘ્વારા તેનું યોગ્ય કટિંગ કરાતું નથી જેના કારણે ચોમાસાની શરૂઆતમાં જ વાવાઝોડાથી વૃક્ષોની નમેલી નબળી ડાળીઓ તૂટી જઈને અકસ્માત નોતરે છે.

ચોમાસુ પૂર્ણ થયા બાદ પણ વહીવટીતંત્ર સફાળે જાગતું ન હોવાથી નમેલી વૃક્ષની ડાળીઓ,રસ્તાની બંને તરફ ગાંડા બાવળ, અન્ય જંગલી વનસ્પતિ ઉગી નીકળી સામસામે રસ્તાઓ પર પસાર થતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાહનચાલકોની નઝર ચુકતા જ સામસામી વાહનો ભટકાવવાના કેસો બનતા રહે છે કુંભકર્ણની નિંદ્રામાં સુતા લાગતા વળગતા અધિકારીઓને વાહનચાલકોની જિંદગીની જાણે કશી પડેલી ન હોય તે રીતે હજુ સુધી ચોમાસુ વીતવા આવ્યું તેમ છતાં પોતાની જવાબદારીમાંથી છટકી જઈને કામગીરી કરી નથી સરકાર રોડ ડ્રાઈવ રાખી વાહનચાલકોને હેલ્મેટ,દસ્તાવેજ, માસ્ક ન હોવાથી દંડે છે પણ પોતાના અધિકારીઓ જયારે પોતાને જે કામ સોંપવામાં આવેલ છે તે જયારે નથી કરતા તો તેમને કેમ દંડ નહિ? તેવો સીધો સવાલ વાહનચાલકો સરકારને પૂછી રહ્યા છે આમ કોસીંદ્રાથી ચલામલી વચ્ચે આવેલ રસ્તા પરના વૃક્ષોની નમેલી ડાળીઓ અને રસ્તાની આજુબાજુ ઉગી નીકળેલ વનસ્પતિઓનું કટિંગ કરી તેની સાફસફાઈ કરવા વાહનચાલકોની માંગ ઉઠી છે આ રસ્તો સિંગલ ટ્રેક હોવાથી સામસામે વાહનો આવતા રસ્તાની આજુબાજુ ઉગી નીકળેલ ગાંડા બાવળો,જંગલી વનસ્પતિઓથી વાહનચાલકોને જાેખમ છે.