તારક મહેતા સિરિયલમાં દયાભાભીનું નેટવર્થ રૂ.૩૭ કરોડથી પણ વધારે
02, જુન 2020

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર આવતી કદાચ સૌથી જૂની સિરિયલ છે અને સાથે સાથે એટલી જ લોકપ્રિય પણ છે. આ સિરિયલમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા લોકો વચ્ચે બનતા પ્રસંગો પર આધારિત કોમેડી સિરિયલ છે. તમે તે જાણતા નહીં હો આ સિરિયલના તમામ પાત્રોમાં સૌથી અમીર કોણ છે એવો સવાલ તમને થાય તે સ્વાભાવિક છે. દયા બનતી દિશા વાકાણી ઘણા સમયથી શોમાં દેખાતી નથી. એમ કહેવાતું હતું કે આખા શોમાં સૌથી વધારે ફી દયાભાભી લેતી હતી. તેની નેટવર્થ ૩૭ કરોડ રૂપિયાથી પણ વધારે છે. અન્ય સ્ટાર કરતાં આ રકમ ઘણી વધારે છે. જેઠાલાલ એટલે કે દિલીપ જાશી પણ સૌથી વધુ ફી વસૂલે છે. તે એક એપિસોડના લગભગ ૧.૫ લાખ રૂપિયા લેતા હોય છે. તેમની મિલકત પણ લગભગ ૩૭ કરોડ રૂપિયા છે. સિરિયલમાં બબીતા બનતી મુનમુન દત્તા અન જેઠાલાલની મસ્તી રસપ્રદ હોય છે તેને એક એપિસોડના લગભગ ૫૦ હજાર રૂપિયા મળે છે અને તેની મૂડી લગભગ સાત કરોડ રૂપિયા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution