ગાંધીનગર- 

ડિસેમ્બર-૨૦૨૦ સુધીમાં ડિજિટલ સેવાસેતુના વિવિધ લાભ માટે ૨૮ લાખ અરજીઓ મળી છે અને લાખો ગ્રામીણ નાગરિકોએ પોતાના ગામમાંથી જ સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાએ અને ઝડપથી મેળવી છે. ભારત નેટ ફેઇઝ-૨ના ગુજરાતમાં અમલની સંપૂર્ણ જવાબદારી લઇને રાજ્ય સરકારે મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગે છેક ગ્રામ્યસ્તર સુધી ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક અને ભારત નેટ ઇન્ટરનેટ અન્વયે ૧૦૦ સ્મ્ઁજીની સ્પીડ સાથે નેટ કનેક્ટિવિટી સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરી છે. વિજય રૂપાણીએ રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના સામાન્યમાં સામાન્ય માનવીને પણ પોતાના ગામમાંથી જ વિવિધ સરકારી સેવાઓ ઘરેબેઠા મળે તેવી ઐતિહાસિક ડિજિટલ ક્રાંતિ ડિજિટલ સેવાસેતુના સફળ અમલથી રાજ્યમાં શરૂ કરાવી છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની સેવાઓમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી પ્રજાજનો માટે ઇઝ ઓફ લિવીંગ વધારવાની નેમ સાથે ઓકટોબર-૨૦૨૦માં આ ડિજિટલ સેવાસેતુનો પ્રારંભ ૨૦૦૦ ગામોમાં ૨૨ જેટલી વિવિધ સરકારી સેવાઓ-યોજનાઓ પહોચાડવા સાથે કરાવ્યો હતો. ભારત નેટ ફેઇઝ-૨ની રાજ્યમાં સંપૂર્ણ જવાબદારી સાયન્સ ટેક્નોલોજી વિભાગે સંભાળીને મોટાભાગનું કામ પૂર્ણ કરી દીધું છે.

આ ડિજિટલ સેવાસેતુનો પ્રારંભ ઓકટોબર-૨૦૨૦માં બે હજાર ગામોમાં ૨૨ જેટલી સરકારી સેવાઓ સાથે શરૂ થવાની સફળતાને પગલે મુખ્યમંત્રીએ ડિસેમ્બર-૨૦૨૦ સુધીમાં વધુ ૮૦૦૦ ગામોમાં આ સેવાઓ પ્રસ્થાપિત કરવા અને સરકારની વધુ સેવાઓ તેમાં આવરી લેવાનો એટલે કે ૨૨ થી વધારીને ૪૫ સેવાઓ આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો. રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગે મુખ્યમંત્રીના આ લક્ષ્યાંકને સફળતાપૂર્વક પાર પાડીને રાજ્યની ૮૦૦૦ ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવાસેતુનો વ્યાપ વિસ્તારી દીધો છે. મુખ્યમંત્રીએ ૨૦૨૧ના વર્ષમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોમાં ભારત નેટ ઇન્ટરનેટ માધ્યમથી ડિજિટલ સેવાસેતુ માટેની પ્રતિબદ્ધતા સાથે વિભાગને આ માટે પ્રેરિત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ પ્રજાલક્ષી પારદર્શી, નિર્ણાયક અભિગમને ગ્રામીણ જનતા જનાર્દને પણ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે.

તદ્દઅનુસાર ડિસેમ્બર-૨૦૨૦ સુધીમાં ડિજિટલ સેવાસેતુના વિવિધ લાભ માટે ૨૮ લાખ અરજીઓ મળી છે અને લાખો ગ્રામીણ નાગરિકોએ પોતાના ગામમાંથી જ સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાએ અને ઝડપથી મેળવી છે. મુખ્યમંત્રીએ ગુડ ગર્વનન્સના મૂળ મંત્રને સાકાર કરતાં ગ્રામ્યસ્તરે જ લોકોને બધી સેવાઓ સમયસર અને બેરોકટોક વિનાવિલંબે મળે, એટલું જ નહિ કચેરીના ધક્કા પણ ન ખાવા પડે તે સુનિશ્ચિત કર્યુ છે. મુખ્યમંત્રીએ ડિજિટલ સેવાસેતુથી ગ્રામીણ વિસ્તારોના સશક્તિકરણ – રૂરલ એમ્પાવરમેન્ટના સંકલ્પ સાથે ‘‘આત્મા ગામડાનો સુવિધા શહેરની’’નો નવતર કન્સેપ્ટ અપનાવ્યો છે. લોકોને પોતાના ગામમાંથી જ સરકારની વિવિધ સેવાઓ, પ્રમાણપત્રો-દાખલાઓ મળી રહે ને ‘‘ઇઝ ઓફ લીવીંગ’’માં વૃદ્ધિ થવા સાથે ગ્રામ સમૃદ્ધિથી શહેર, શહેરથી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્ર સમૃદ્ધિની દિશામાં આગળ વધવાનો મુખ્યમંત્રીનો આ સંકલ્પ ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની આગવી કેડી કંડારનારો બન્યો છે.