અમદાવાદ, ગુજરાત એસ ટી વિભાગ ઘ્વારા મહત્વનો ર્નિયન લેવામાં આવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી આવતી બસો ને હાલ પૂરતી સ્થગિત કરી દેવામા આવી છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ફરી એક વખત બસો માં પૈડાં થંભી ગયા છે. અગાઉ પણ કોરોના કેસ વધતા બસોને સિટી વિસ્તારમા આવા માટે રોક લગાવી દીધી હતી. કોરોના મા એસ ટી વિભાગને કરોડોનું નુકશાન થઇ રહ્યું છે. જ્યાં હજારો લોકો પ્રવાસ કરતા હતા તે આજે એસ. ટી બસોના પૈડાં થંભી ગયા છે. જેની અસર ખ્તજિંષ્ઠ પર પડી રહી છે

જે રીતે રાજ્યમાં કોરોના સંક્રમ વધી રહ્યું છે તે જાેતા હવે પ્રવાસીઓ પણ બસોમાં આવાનું ટાળી રહ્યાં છે રાત્રીના સમયમાં પણ પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે ૫૦૪૭ બસોનું સંચાલન થઈ રહ્યુ છે એ જાેતાં હવે એસ.ટી વિભાગ ઘ્વારા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતી બસોને બંધ કરી દેવમાં આવી છે એસ.ટી નિગમ ના કે.ડી દેસાઈએ જણાવ્યું હતું કે હાલ દરેક જગ્યા પર કોરોના સંક્રમણ છે. અને ગામડામાં પણ સયંભુ લોકડાઉન છે ત્યારે પ્રવાસીઓની સંખ્યા ૫૦ ટાકા ઘટી ગઈ છે રાજસ્થાનથી આવતા પ્રવાસીઓ પણ ઓછા થઈ ગયા છે પહેલા ૧૨૦ બસો ચાલતી હતી એના જગ્યા પર અત્યારે અડધી બસો ચાલવા આવી રહી છે.