વાંસદા. વાંસદા તાલુકા પંચાયત ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની મળેલી બેઠકમાં સ્વૈચ્છિક ૩ તારીખ સુધી લોકડાઉન લંબાવ્યુ હતું આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે અગાઉ ૨૧ થી ૨૮ સુધી સ્વેચ્છિક લોકડાઉન ને ભારે સમર્થન મળતા અહદ અંશે આપણે કોરોના ની ચેન તોડવામાં સફળ રહ્યા છે ત્યારે હજી પણ આજની પરિસ્થિતિ જાેતા કોરોના ના કેસો અને અપમૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે જેથી લોકહિત માટે કોરોનાથી બચાવવા માટે લોકડાઉન લંબાવાનું વિતાવહ છે જાે આપણે લોકડાઉન ને ફોલો નહિ કરીશું તો કોરોના ના કાળા કેરથી કોઈ બચી શકશે નહીં. કોરોના ની ચેન તોડવા માટે એકમાત્ર ઉપાય સ્વેચ્છિક લોકડાઉન જ છે જ્યારે નવસારી જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શ્રી શિવેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે જાે આપણે લોકડાઉન નહિ ને લંબાવીએ તો કોરોના ને કાબુ કરવો અશક્ય રહેશે અને આમેય આપણા કોટેજ હોસ્પિટલ અને લીમઝર સીએચસી ખાતે ઓક્સિજન ઇન્જેક્શનો વેન્ટિલેટર જેવી કેટલીક સુવિધાઓ હજી પૂરી થઈ નથી અને જેના કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે જાે આપણે લોકડાઉનને નહીં લંબાવીએ તો કોરોના ના દર્દીઓ માં ઘરખમ વધારો થશે અને એની સારવાર ક્યાં અને કેવી રીતે કરાવશું.! આપણા વિસ્તારમાં હજી એક કોરોના ની સારવાર માટે પુરતી સુવિધાઓ નથી ત્યારે જ્યાં સુધી કોવિડ સેન્ટર અને કોટેજમાં ઓક્સિજન વેન્ટિલેટર જેવી અન્ય સુવિધાઓ મળી ના રહે ત્યાં સુધી લોકડાઉન એજ કોરોના થી બચવા માટેનો વિકલ્પ છે. હલનીબપરિસ્થિતિ જાેતા કોટેજ હોસ્પિટલમાં ૯૫ જેટલા કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે અને એમાંય બેડ ખાલી ના હોવાના કારણે કોરોના દર્દીઓ અને જમીન પર સુવડાવી સારવાર આપવાની ફરજ પડી રહી છે ડોક્ટરો પણ ઓક્સિજન અને વેન્ટિલેટર અન્ય દવાઓના સુવિધાઓના અભાવના કારણે કફોડી સ્થિતીમાં છે આ તમામ પાસાઓ જાેતા લોકડાઉન લંબાવવાનું જરૂરી હોવાનું જણાવી આ લોકડાઉન ને લોકો સમર્થન આપી પરિવારને કોરોના ના કાળા કેરથી બચાવે હવે લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે તમે કોરોના થી બચી શકો આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરલ વ્યાસ કોંગ્રેસ અગ્રણી રાજીતાન વાલા તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઇએ હનુમાનબારી અને વાંસદા ના સરપંચે પણ લોકડાઉન લંબાવના ર્નિણયની સરાહના કરી પોતાના મંતવ્ય આપ્યા હતા.