શંકરસિંહ વાઘેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આમરણાંત ઉપવાસનું એલાન
21, ડિસેમ્બર 2020

ગાંધીનગર-

નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનો આજે 25મો દિવસ છે. ખેડૂત કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કાયદા પરત લેવાની માંગ પર અડગ છે. ગુજરામાં પણ ખેડૂત આંદોલનને ધીમે ધીમે સમર્થન મળી રહ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોના સમર્થનમાં ખૂબ જ મોટી જાહેરાત કરી છે. શંકરસિંહ બાપુનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આ જાહેરાતને પગલે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરતા કહ્યું, વાજપેયીજીની જન્મતિથિ 25 ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગ નહી સ્વીકારે તો હું દિલ્હી રાજઘાટ ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતરીશ.' જો આ કાયદો રહેશે તો ખેડૂતો મરશે. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાને મારવો પડશે. 

નવા કૃષિકાયદાના વિરોધમાં છેલ્લા 25 દિવસથી ખેડૂતો આંદલોન પર બેઠા છે તેમ છતાં તેમના પ્રશ્નોનું કોઈ સમાધાન નથી આવી રહ્યું. કડકડતી ઠંડીમાં સરકાર દ્વાર કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે શંકરસિંહ વાઘેલાએ વીડિયો શેર કરીને ખેડૂતોના સમર્થનમાં આમરણાંત ઉપવાસ કરવાની ચિમકી ઉચ્ચારી છે. ખેડૂતો સંગઠનોએ આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોને શહીદોનો દરજ્જો આપી દીધો છે. જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે દિલ્હી બોર્ડર સહતિ પંજાબભરમાં શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution