27, એપ્રીલ 2025
આણંદ, આંકલાવ જાેરીયાદેવ સીમ વિસ્તારમાં શનિવારે ૧૧ વાગ્યાના અરસામાં ૪૫ વર્ષીય પુરુષની દિવેલાના ખેતરમાંથી ડીકમ્પોઝ થયેલ લાશ મળી આવી આવી હતી. મૃતક યુવક આંકલાવ માઘા વિસ્તારમાં રહેતો દેવજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. જે બે દિવસ પહેલા ઘરે નીકળી ગયા બાદ પરત ફર્યો ન હતો. હાલ આ અંગે આંકલાવ પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.આંકલાવ સીમ વિસ્તારમાંથી શનિવાર સવારના સમયે એક ૪૫ વર્ષના આશરાના યુવકની લાશ મળી આવી હતી. જે બાબતે આંકલાવ પોલીસ મથકે જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહનો કબજાે લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. મરનાર યુવકની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે મૃતક યુવક માધા વિસ્તારમાં રહેતો દેવજીભાઈ રાવજીભાઈ ઠાકોર ઉંમર વર્ષ ૪૫ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને પોલીસે મૃતક યુવકની પત્ની કોકીલાબેન અને પરિવારજનોની પુછપરછ કરતાં મૃતક દેવજી ઠાકોર બે દિવસ પહેલાં પોતાના ઘરેથી કોઈ કામ અર્થે નીકળ્યો હતો.બાદમાં તે ગુમ થઈ જવા પામ્યો હતો. પરિવારજનોએ તેની શોધખોળ કરતાં તેનો ક્યાંય અતોપતો લાગ્યો ન હતો. તે દરમિયાન શનિવારના ૧૧ વાગ્યાના સમયે તેનો મૃતદેહ આંકલાવ સીમ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ મૃતક યુવકનો એક હાથ કૂતરું અથવા અન્ય જનાવર ખાઈ ગયો હોવાનું દેખાઈ આવે છે. હત્યા કે અન્ય કારણોસર મોત થયું છે તેની તપાસ દેવજી ઠાકોરની હત્યા થઇ છે કે અન્ય કારણોસર મોત નિપજયું છે .તે તો પીએમ રીપોર્ટ આવ્યાં બાદ જાણી શકાશે.હાલ દેવજી બે દિવસ પહેલા સીમ વિસ્તારમાં મુત્યુ થયું હોવાથી મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયો હોવાથી મૃતદેહ પર અન્ય કોઇ નિશાન હોવાનું જાણી શકાયું નથી. તેમજ સીમમાં બે દિવસ મૃતહેદ પડી રહ્યો હોવાથી કુતરા કે અન્ય પ્રાણી એક હાથ ખાઇ ગયા હોવાનું મનાય છે. જાે કે પીએમ રીપોર્ટ બાદ મોત સાચું કારણ જાણ્યા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે. તેમ આંકલાવ પોલીસના સૂત્રોએ જણાવ્યું છે.