રાજકોટ-

આપ ગુજરાતમાં ખુબ જ ગંભીરતાથી આગળ વધી રહી છે. અને ખરા અર્થમાં જનતાનો વિકલ્પ બનવા થઇ રહી છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં પહેલીવાર ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉતારી રહ્યો છે.

મનીષ સિસોદીયાજીના રાજકોટમાં યોજાનાર રોડ શોની માહિતી આપતા લોખીલ અને ઝાલાએ જણાવ્યું હતું કે તેઓ રણછોડદાસજી બાપુના આશ્રમે દર્શન કરવા જશે અને રોડ શો નો પ્રારંભ કરશે અને સરદાર પટેલની પ્રતિમા, બહુમાળી ભવન પાસે પૂર્ણ થશે. અંદાજિત 4 કલાકના રોડ શોમાં આશરે 20 કિ.મી જેટલ રૂટ બનાવીને મોટાભાગના રોડ કવર કરવાનો પ્રયત્ન કરાશે. રોડ શો દરમિયાન અનેક સ્થાનો પર સિસોદીયાજીનું સ્વાગત કરાશે. રોડ શો ને સફળ બનાવવા જીણવટ આયોજન કરીને અલગ અલગ ટીમો બનાવીને આગેવાનોને જવાબદારી સોંપવામાં ટઆવી છે. આ રોડ શોમાં 'આપ'ના હજારો કાર્યકર્તા પોતપોતાના મોટર સાયકલ સાથે જોડાશે.  ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને એજયુકેશન મિનિસ્ટર અને દિલ્હીમાં શિક્ષણ કાંતિના પ્રણેતા મનીષ સીસોદીયાજી રાજકોટમાં ચૂંટણી પ્રચાર અર્થે આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. અને તેમનો ભવ્ય રોડ શો યોજવામાં આવનાર છે.