27, જાન્યુઆરી 2021
રાજકોટ-
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ દ્વારા ૨૭ જાન્યુઆરીના રોજ ખેડૂત સંમેલન યોજાવાનું હતું. પરંતુ મંજૂરીના મળતા તે મોકૂફ રાખવામાં આવી હતી. રાજકોટમાં ખેડૂત સંમેલનને મંજૂરી નહીં મળતા ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે દિલ્હીની સ્થિતિને ધ્યાને રાખીને રાજકોટમાં ખેડૂત સંમેલનને મંજૂરી આપવામાં આવી નથી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ મંજૂરી માંગી હતી. કોંગ્રેસના પાલ આંબલિયા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને સંમેલન માટે મૌખિક મંજૂરી આપવામાં આવી છે. પરંતુ રાજકોટમાં આજે ખેડૂત સંમેલન પહેલા મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ યોજાનાર ખેડૂત સંમેલનની મંજૂરી પોલીસે આપી નથી. રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને સંબોધી અરજદાર પાલભાઇ રામભાઇ આંબલીયાએ (ગુજરાત કિશાન સંઘર્સ સમિતિ કન્વીનર) તા. ૨૭ જાન્યુઆરીના રોજ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ, લાયન કીંગ વોટર પાર્ક સામે આવેલ ખેતરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને જાગૃતિ માટે સભાનું આયોજન કરવાના હોય જે બાબતે મંજૂરી મેળવવા અરજી કરી હતી. સભામાં હાલમાં કૃષિ અંગે ત્રણ કાયદા પસાર થયેલા હોય જે અંગે માર્ગદર્શન તથા જાણકારી આપવાના ઇરાદે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના આગેવાનો ખેડૂતો હાજર રહેવાના હતાં.