નસવાડી ઃ નસવાડી તાલુકાના ચામેઠા માઇનોર બે (ટુ) કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોની માંગ નર્મદા નિગમ પાણી કેનાલમાં છોડ્યું હોવાનું કહે છે પરંતુ હજુ સુધી કેનાલમાં પાણી ના પહોંચતા ખેડૂતો નો ઉભો મોલ સુકાય રહ્યો છે ખેડૂતોને સિંચાઈના પાણી ની તાતી જરૂરિયાત તેવા સમયે પાણી ના મળતા ખેડૂતો મુશ્કેલીમાં તંત્રને જગાડવા માટે તેમજ તંત્રના કાને અવાજ પહોંચે તે માટે કેનાલ ઉપર ઉભા રહીને સુત્રોચ્ચાર કર્યા હતા.

નસવાડીથી ૬ કિલોમીટર દૂર ચામેઠા માઇનોર કેનાલ બે (ટુ)આવેલી છે આ કેનાલમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી કેનાલો સુધી પહોંચ્યું નથી અને આ વર્ષે વરસાદ ઓછો છે અને વીજ પુરવઠો નિયમિત ખેડૂતોને મળતો ના હોવાથી ખેડૂતો સિંચાઈના પાણી માટે નર્મદા ના કેનાલના પાણી ઉપર ર્નિભર છે હાલ તો કપાસ, મકાઈ, તુવેર તેમજ અન્ય પાકો તૈયાર થઇ ગયા છે અને ખેડૂતોને ઉભા પાકને બચાવવા માટે કેનાલના પાણીની જરૂરિયાત છે હાલ ખેડૂતોની તૈયાર થયેલી ખેતી નિષ્ફળ જવાના એધાણ છે અને જરૂરિયાત ના સમયે કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોને નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર ગામ સુધી કેનાલમાં પાણી પહોંચે તે માટે અનેક વખત રજૂઆતો કરી છે નર્મદા નિગમના અધિકારીઓ ખેડૂતોની રજૂઆત ના સાંભળતા હાલ ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે જેને લઇ નર્મદા નિગમના અધિકારીઓ અને સરકાર ના કાને અવાજ પહોંચે તે માટે ખેડૂતો ભેગા થઈને કેનાલ ઉપર પહોંચીને અને તંત્રના બહેરા કાને અવાજ પહોંચે તે માટે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જયારે નસવાડી તાલુકામાં તંત્રના વાંકે ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યા છે જગત ના તાત ની રજૂઆત સાંભળનાર કોઈ નથી હાલતો ખેડૂતને સરકારે અને તંત્રના અધિકારીઓએ ભગવન ભરોશે છોડી દીધા છે.