ભૂમાફિયાઓ સામે તંત્ર ખુદ ફરિયાદી બની લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહી કરે તેવી માંગણી
06, ફેબ્રુઆરી 2022

જૂનાગઢ, જૂનાગઢમાં ગૌચરની જમીન પર ભુ-માફિયાઓ અને માથાભારે લોકોએ દબાણ કરી લીધુ છે. જેના લીધે ગામડાઓ અને શહેરોમાં જાહેર માર્ગે પર ફરજીયાત પશુધનને રખડવુ પડી રહ્યુ છે. જેથી ગૌચર પર દબાણ કરનારાઓ ભુમાફિયાઓ સામે તંત્ર ખુદ ફરીયાદી બની લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહી કરે તેવી ખેડૂત હિત રક્ષક સમિતિએ માંગણી કરી છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. છેલ્‍લા ઘણા સમયથી રાજય સરકારના પ્રજાલક્ષી યોજના હોય કે અભિયાનોના કામોમાં અવ્‍વલ રહેતા જૂનાગઢ જિલ્‍લાથી જ ગૌચર મુક્ત કરાવી દબાણ કરનારા ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહીની શરૂઆત કરવા માંગ કરી છે.ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અતુલ શેખડાએ મુખ્‍યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું કે, રાજયના દરેક જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુધનના ચરીયાણ માટેની ગૌચરની જમીન આવેલી છે. પરંતુ તમામ જિલ્લામાં આવેલા હજારો વિઘા ગૌચરની જમીનો પર માથાભારે શખ્‍સો અને ભુમાફિયાઓએ કબ્જાે કરી દબાણ કરી લીધુ છે. દબાણ કરનારા લોકો માથાભારે હોવાથી સ્થાનીક લોકો તેમની સામે તંત્ર સમક્ષ ફરીયાદ કરતા પણ ડર અનુભવે છે.દબાણકર્તાઓ ગૌચરની જમીન પર દબાણ કર્યુ હોવાથી અબોલ પશુઘન ગામડા અને શહેરોના વિસ્‍તારો અને જાહેરમાર્ગો પર રખડતા જાેવા મળે છે. અબોલ પશુઘનને ચરવા માટે પુરતો જરૂરી ખોરાક ન મળતો હોવાથી શહેર-ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જાહેરમાં ફેકાતા પ્લાસ્ટીક સહિતનો અન્ય કચરો ખાવા મજબુર બને છે. આ ઉપરાંત જાહેરમાર્ગો પર રખડતા ભટકતા અબોલ પશુઓના લીધે દરરોજ અકસ્માતો પણ થતા જાેવા મળે છે.આ બધી સમસ્‍યાથી અબોલ પશુ સાથે પ્રજા પણ નિસહાય હોય તેમ પીડાય રહી છે. એ પણ ગૌચરમાં થયેલા દબાણોના લીધે આ બધી સમસ્‍યાઓ ઉભી થાય છે. ત્‍યારે રાજયમાં સરકારી, અર્ધસરકારી કે ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબ્‍જાે જમાવી બેસેલા ભુમાફિયાઓ પાસેથી જમીન મુકત કરાવવા લેન્‍ડ ગ્રેબીંગ એકટ-૨૦૨૦નો કાયદો રાજય સરકારએ અમલી બનાવ્‍યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution