11, ફેબ્રુઆરી 2021
વડોદરા, તા.૯
વેસ્ટર્ન રેલવે દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ જનરલ ડિપાર્ટમેન્ટ કોમ્પિટીટીવ એક્ઝામમાં અનેક ગોટાળા થયા છે. જેની સામે વેસ્ટર્ન રેલવે સેમ્પલોઇઝ યુનિયન દ્વારા પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ ખાતે બેનર્સ - પ્લેકાર્ડ સાથે ધરણા યોજીને પરીક્ષા રદ કરીને ફરીથી આ પરીક્ષા લેવાની માગ કરી હતી.
ગત મહિને તા.૩જી જાન્યુઆરીએ વેસ્ટર્ન રેલવે દ્વારા લેવામાં આવેલ જીડીસીઇની પરીક્ષામાં એડમીટ કાર્ડનું યોગ્ય ચેકિંગ કરાયુ ન હતું. પરિક્ષાર્થીઓ તેમના રોલ નંબર મુજબ તેમની બેઠક પર બેઠા ન હતાં. સીટ નંબર એલોર્ટ નહીં કરાતાં ગેરરીતીઓ સર્જાઇ હતી. ઉપરાંત પરીક્ષાના સમય દરમિયાન કોમ્પ્યુટર્સ પણ અનેક વખત સટડાઉન થઇ ગયા હતાં. આમ પરીક્ષા દરમિયાન અનેક ગોટાળા, ગેરરીતીઓને લઇને કર્મચારીઓમા રોષ જાેવા મળી
આવ્યો હતો.
આજે વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન દ્વારા આ પરીક્ષામાં થયેલા ગોટાળાને લઇ પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ ખાતે બેનર્સ, પ્લેકાર્ડની સાથે ભારે સુત્રોચ્ચાર કરીને ધરણા યોજ્યા હતાં. અને પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવાની માગણી સાથે ડીઆરએમને આવેદનપત્ર આપ્યું હતું.