જુનાગઢ, ગિર જંગલમાં એશિયાટીક સિંહોના ટ્રેન અકસ્માત નીવારવા માટે વન વિભાગ સાથે તાલમેલ કરીને ટ્રેનની અવરજવર ઉપર ગતિ નિયંત્રણ સહિતના પગલા ભરવાનું વેસ્ટર્ન રેલવે મહાપ્રબંધક અલોક કંસલે જુનાગઢની મુલાકાતમાં જણાવ્યું હતું. જુનાગઢ વાયા સાસણ વેરાવળથી દેલવાડા સુધીની ટ્રેન મીટર ગેજ જંગલમાંથી પસાર થાય છે. જેમાં મુસાફરો જંગલની મજા લઇ શકે તે પાતાલકુંજ-કલાદાંડીમાં ચાલતી હેરીટેજ ટ્રેન જેવા કોચ જાેડી શકાય તે માટે વિચારણા કરવાની વાત થઇ હતી. રેલવે દ્વારા ચાલતા વિકાસના કામો સોમનાથ, માળીયા, કેશોદ સહિતના કામોનું ભાવનગર ડીઆરએમમાં માસુક અહમદ, રેવવે અધિકારીઓની ટીમે નિરીક્ષણ કર્યું હતું. પત્રકારોને જણાવ્યું હતું કે ગીર જંગલના આસપાસ વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનની ગતિમાં નિયંત્રણ રાત્રિના સમયે મોટા કોચ બનાવી જાેડી શકાય તે દિશામાં આગળ વધીશું તેમ જણાવ્યું હતું.