રાજકોટ મહાપાલિકા દ્વારા સોરઠીયાવાડી સર્કલથી કોઠારીયા ચોકડી સુધી ડિમોલિશન
31, જાન્યુઆરી 2022

રાજકોટ રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા સોરઠીયાવાડી સર્કલ થી કોઠારીયા ચોકડી સુધીના વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરી અનેક દુકાનો અને શોરૂમ ના છાપરા ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા.વિશેષમાં મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ રીન્કલ કેન્ઝી સ્ટોર,જલારામ સીઝન સ્ટોર, જમુનેશ વાસણ ભંડાર મૌલી કોમ્પલેકસ, પગરવ સ્ટોર વિનોદભાઈ શેઠ હોલનીસામેં, શ્રીગણેશ સાડી સેન્ટર, દેવપરા શાકમાર્કેટની સામે, બંસી બુટિક જયરામ કોમ્પ્લેક્સ, આંબેડકર ગેટ પાસે, ઠાકોરજી આર્કેડ ગાયત્રી એન્ટરપ્રાઈઝ, રોયલ ઈલેકટ્રીક આંબેડકર ગેટની સામે,શ્રી શક્તિ ટી સ્ટોલ, ડિલક્સ પાન, શ્રીજી શીતલ સ્ટુડિયોની બાજુમાં, મોમાઈડીલક્ષ પાન,ગુરુકૃપા ભેળ હાઉસ,સત્યનારાયણ ટોયઝ, રાંદલ સાઈકલ સ્ટોર સહિતની દુકાનોના છાપરા ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા.આ ઉપરાંત ઉપરોક્ત વિસ્તારમાં ૧૫૩ દુકાનો બહારથી સાઇન બોર્ડ જપ્ત કરવામાં  આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution