26, જાન્યુઆરી 2021
વડોદરા, તા. ૨૫
કારેલીબાગ વિસ્તારમાં આવેલી ખાદી ગ્રામોધોગને ફાળવવામાં આવેલી સરકારી જમીન પર કબજાે મેળવવા માટે ટોળકીએ મોડી સાંજે મહિલાનો શિક્ષણ માટે મુકેલા સિલાઈ મશીન મકાનની બહાર મુકી મકાનમાં તોડફોડ કરતા કારેલીબાગ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
કારેલીબાગ સાધનાનગર રોડ પર ખાદી પ્રચાર મંડળ વડોદરાની સર્વે નંબર ૪૭-૪૭ વાળી જમીન આવેલી છે. આશરે ચાર હજાર ફુટ જેટલી સોનાની લગડી જેવી જમીન પર હાલમાં ખાદી પ્રચાર મંડળ અને ગ્રામ વિકાસ સંઘ વડોદરા દ્વારા કેઆરડીપી –રેડીમેડ ગારમેન્ટ યુનિટ ચાલે છે જેમાં મહિલાઓને સિલાઈ કામ શિખવવા તેમજ કામ કરવા માટે તાજેતરમાં સિલાઈ મશીન લાવવામાં આવ્યા છે. આ સંસ્થા સાથે સંકળાયેલા ઓમકારનાથ તિવારીએ જણાવ્યું હતું કે અગાઉના ટ્રસ્ટીઓ દ્વારા ચેરીટી કમિ.ની મંજુરી બાદ આ જમીનના ચાર પ્લોટ ધીરજ સાંવલાને વેચાણ કરાયા હતા જયારે એક પ્લોટ પર આ સંસ્થા ચાલુ છે.
દરમિયાન આ પ્લોટનો કબજાે મેળવવા માટે આજે ટોળકીએ મકાનનું તાળું તોડી સિલાઈ મશીનને બહાર મુકી મકાનમાં તોડફોડ કરી હતી. આ બનાવની જાણ થતાં કારેલીબાગ પોલીસ દોડી આવી હતી પરંતું તે અગાઉ તોડફોડ કરનાર ટોળકી ફરાર થઈ હતી. જાેકે બિલ્ડર ધીરજ સાંવલાએ આ ટોળકી સાતે તેમને કોઈ લેવાદેવા નથી તેમ જણાવ્યું હતું.