વડોદરા

એક તરફ સમગ્ર દેશમાં ઇન્ટરનેશનલ નર્સિંગ - ડેની ઉજવણી થઇ રહી છે બીજી તરફ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમા પડતર મુદ્દે નર્સિંગ સ્ટાફ પ્રતિક ધરણા પર ઉતર્યા છે. અને આજે હાથમાં પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવતાં રાવપુરાના પી.આઇ. હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. અને નર્સિંગ સ્ટાફને સુત્રોચ્ચાર કરતાં રોકવાનો પ્રયાસ કરતાં નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ સાથે ચકમક ઝરી હતી. આજે ૧૨મી મેં એટલે ઇન્ટર નેશનલ નર્સિંગ - ડે જેના સબંધ બસો વર્ષ પૂર્વે ૧૨મી મેં ૧૮૨૦માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઇટીંગલ સાથે સંકળાયેલ છે. જેમને માનવ સેવાને નર્સિસ સાથે જાેડી નર્સિંગને નવી ઓળખ અપાવી હતી. ત્યારે ફ્લોરેન્સને ‘ લેડી વિથ લેમ’ કહેવામાં આવે છે. આ બ્રિટીશ નર્સ રાત દિવસ પોતાના દર્દીઓ દેખભાવી કરતી હતી. આંતર રાષ્ટ્રીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા ફ્લોરેન્સના સન્માનમાં દર વર્ષે ૧૨મી મેંના રોજ જન્મ દિને નર્સ દિવસ તરીકે મનાવાય છે.

અત્યારે જ્યારે દેશ કોરોનાની કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે નર્સિંગ સ્ટાફનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમને રાત દિવસ દર્દીઓની સેવા કરી રહ્યા છે. અને કેટલાક દર્દીઓને પોતાના મુખમાંથી ઉગાર્યો પણ છે. એટલું જ નહીં કોરોના ફન્ટ લાઇન વોરીયર્સનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી પડતર માંગણીઓને લઇને નર્સિંગ સ્ટાફ દ્વારા લડત ચલાવી રહ્યો છે. અને સમયાંતરે સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ સરકારના આલા અમલદારો દ્વારા ખોટા અને ખોટા દિલાસાઓ આપવામાં આવી રહ્યા છે. મોટા અમલદારોના ખોટા દિલાસાથી ભારે નારાજ નર્સિંગ સ્ટાફના કર્મચારીઓએ વધુ એક વખત નર્સિંગ-ડે ઉપર જ આજે પ્રતિક ધરણા પર ઉતરી સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની ઓફિસ બહાર ભેગા મળી પ્લે કાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા છે. એ દરમિયાન આ અંગેની જાણ રાવપુરા પી.આઇ.ને કરતા તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. અને વિરોધ કરી રહેલા નર્સિંગ સ્ટાફને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પી.આઇ. સાથે ચકમક ઝરી હતી. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન રોકવામાં આવતાં મામલો ગરમાયો હતો. ગોત્રી હોસ્પિટલમાં પણ નર્સિંગ સ્ટાફે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની ઓફિસ નીચે વિરોધ પ્રદર્શન યોજી દેખાવો યોજ્યા હતાં.