આ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયાના કેસોમાં વધારો, કોર્પોરેશન દ્વારા વર્ક સાઇટ્સને નોટિસ ફટકારાઈ
18, ઓગ્સ્ટ 2021

ગાંધીનગર-

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા 7થી વધુ મહિનાથી હેલ્થને લગતા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ચોમાસા દરમિયાન મચ્છર જન્ય રોગોથી થતા રોગોમાં ડેન્ગ્યુના 54 અને મલેરિયાના 65 કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત, ચિકન ગુનિયાના 9 કેસો અત્યાર સુધી નોંધાયા છે. આ ઉપરાંત, જિલ્લામાં આગામી દિવસોમાં વાયરલ રોગો વધી શકવાની ડોક્ટર્સ દ્વારા સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. ગાંધીનગરમાં જુદી જુદી સાઇટ્સ કે જ્યાં ચોમાસા દરમિયાન પાણી ખુલ્લુ રહી જતું હોય છે, જેથી મચ્છરના પોરા થઈ જવાથી રોગચાળો ફેલાય છે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ મચ્છરના ઉપદ્રવના કારણે જ ડેન્ગ્યુ અને મલેરિયાના કેસો ચોમાસામાં નોંધાય છે. જેથી કોર્પોરેશન દ્વારા સક્રિય થઇને જુદી જુદી કન્સ્ટ્રકશન સાઈડ તેમજ અન્ય સાઇટ્સ પર તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, "અત્યાર સુધી કોર્પોરેશન વિસ્તારની 179 જેટલી સાઇટ્સ પર ખુલ્લા પાણી રહેતા નોટિસ આપવામાં આવી છે. બીજા તબક્કામાં પણ 15 દિવસમાં તપાસ કરવામાં આવશે." ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા જાન્યુઆરી મહિનાથી હેલ્થ સર્વેની કામગીરી ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધી ડેન્ગ્યુના અને મલેરિયાના મળી 119 કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત, વાયરલ તાવના કેસો પણ દર મહિને 1000થી 1,500 જેટલા નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી કોર્પોરેશન વિસ્તારની 179 જેટલી સાઇટ્સ પર ખુલ્લા પાણી રહેતા નોટિસ આપવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution