વન વિભાગ દ્વારા લાખો રૂપિયા ખર્ચવા છતાં જંગલ વધતું નથી
24, મે 2024 792   |  

અંબાજી, હાલ માં ઉનાળા ની ઋતુ મા દિન પ્રતિદિન ગરમી નો પારો વધી રહ્યો છે અને આકાશ માંથી જાણે અગન ગોળા ફેંકતા હોય એવું લાગે છે નાના બાળકો વયોવૃદ્ધ વડીલો મહિલાઓ ગર્મી થી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે ત્યારે વાતાવરણ પર ગ્લોબલ વોર્મિંગ ની વધુ ગંભીર અસરો દેખાવા મળી રહી છે જાે લીલા વૃક્ષો આવી જ રીતે કાપતા રહેશે અને ખનીજાે ની ખનન રોકવા મા નઈ આવે તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ સુ હસે તેની કલ્પના કરવી બહુ પણ ભયાનક લાગે છે આજે ગુજરાત મા વૃક્ષ છેદન પ્રવુતિ ને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગે છે સરકાર ધ્વારા મળેલ અમુક વૃક્ષો કાપવાની મંજૂરી ના કાયદા નો દુર ઉપયોગ થઇ રહ્યો છે હજારો લાખો વૃક્ષો આડે ધડ કપાઈ રહયા છે કોઈ પૂછવા વાળું નથી મીડિયા અવાજ ઉપાડે છે તંત્ર નું જાગૃત કરે છે તેમ છતો આખ આડા કાન કરવા મા આવે છે આજે ગ્રામીણ તથા શહેરો ના રસ્તા પર ઉગાડેલા વૃક્ષો સેઢા ના વૃક્ષો બેફામ રીતે કપાયા રહયા છે અને ઘટાદાર લીલા વૃક્ષો કાપવાની મંજુરીની મહોર ની જરૂર ના હોય તેમ વૃક્ષો કપાઈ રહયા છે જેના કારણે આજે એ સી કૂલર પંખા ઠંડક આપવા મા નિષ્ફળ ગયા છે કાળ જાળ ગરમી નો સામનો કરવો પડી રહ્યો છે આ બધી બાબતો નું કારણ વૃક્ષ કટિંગ છે આપ ને એ જાણી ને નવાઇ લાગશે કે વૃક્ષ કાપતા તો મિનિટ નો સમય નથી લાગતો જ્યારે એક વૃક્ષ ને મોટું પરિપક્વ થતો ૬ વર્ષ જેટલો સમય લાગે છે આજે ગુજરાત તેમજ સમગ્ર દેશમાં પર્યાવરણની જાળવણી માટે લાખો કરોડો વૃક્ષો ની જરૂર છે જે રીતે આજે ગુજરાત ભર મા લાખો કરોડો વૃક્ષો બેફામ રીતે કપાઈ રહ્યાછે સુ આ બાબત ની સરકાર ને જાણ નથી? વન વિભાગ મહેસૂલ વિભાગ આ બાબતે અજાણ છે ? કે પછી અજાણ હોવા નું નાટક કરે છે આ બાબત ના મીડિયા વખતો વખત સમાચાર પ્રસિધ્ધ કરી તંત્ર અને સરકારના કાન ખોલે છે પરંતુ સરકાર તરફથી આબબતે આંખ આડા કાન કરવા મા આવતા હોવાનું પણ કેટલાક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સાંભળવા મળી રહ્યુ છે જાે વૃક્ષો જ નહીં હોય તો ધરતી પર જીવન ટકાવી રાખવું અશક્ય છે સરકાર વનવિભાગ દ્વારા લાખો કરોડો રૂપિયા નો ખર્ચ પાડે તો તો જંગલો વધતા કેમ નથી? જંગલ કટીંગ પ્રવુતિ ને ડામવા કોઈ કડક પગલાં ભરવા મા કેમ નથી આવતા? અને ગુજરત સરકાર તેમજ ભારત સરકાર તરફથી વૃક્ષો કાપવાની ના કાયદા ને વધુ મજબુત કેમ બનાવવા મા આવતો નથી? કેમ કે વૃક્ષ જ જીવન છે ઓક્સિજન નો સ્રોત વૃક્ષો થી જ વધુ મળે છે માટે દેશ મા દરેક નાગરિક એ વૃક્ષ કટિંગ નો જાહેર મા વિરોધ કરવો જાેઈ એ વૃક્ષો ને બચાવવા જાેઈએ અને દર ચોમાસામાં દરેક નાગરિક કે ઓછા મા ઓછા પાંચ વૃક્ષ વાવવા જાેઇએ તેમજ ગુજરત સરકાર અને ભારત સરકારે વૃક્ષ કાપવવા નાં કાયદા ને વધુ મજબૂત બનાવવા વૃક્ષ સંરક્ષણ કાયદો તાકીદે અમલ મા મુકવો જાેઈએ તેવી ઉગ્ર માંગ પર્યાવરણ પ્રેમીઓ દવારા ઊઠવા પામી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution