કુદરતથી વિમુખ થઈને પર્યાવરણના ભોગે વિકાસ થઈ શકે નહીં : મુખ્યમંત્રી
05, જુન 2025 3762   |  

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ના આપેલા વિચારને જનઆંદોલન બનાવીને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં આહવાન કર્યું હતું. વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં વન-પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસને માત્ર એક ઇવેન્ટ નહિ, પરંતુ સૌ માટે ‘પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ કરવાના સંકલ્પનો દિવસ ગણાવી વડાપ્રધાનના દિશાદર્શનમાં સમગ્ર દેશમાં છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલા ‘વન નેશન, વન મિશન - પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ કેમ્પેઈનનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કુદરતથી વિમુખ થઈને પર્યાવરણના ભોગે વિકાસ થઈ શકે નહિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણના જતનથી સસ્ટેનેબલ વિકાસની વિભાવના આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘છોડમાં રણછોડ’ અને ‘પૌધામાં પરમાત્મા’ જાેવાની આપણી સંસ્કૃતિમાં પર્યાવરણ જતનની ભાવના આદિકાળથી રહેલી છે. આ સંદર્ભમાં અમદાવાદમાં સિંદૂરવન અને ગાંધીનગરમાં સચિવાલય પ્રાંગણમાં ૪ હજાર રોપાઓના વાવેતર સાથે માતૃવન નિર્માણથી ‘એક પેડ માં કે નામ ૨.૦’ અભિયાનનો પ્રારંભ કર્યો છે તેની તેમણે વિગતો આપી હતી. ભૂપેન્દ્ર પટેલે ડગલેને પગલે પ્લાસ્ટિકનો ઉપયોગ સહજ થવાથી વધતા જતા પર્યાવરણીય જાેખમ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, પ્લાસ્ટિક માનવજાતની પ્રભાવશાળી શોધમાંની એક છે અને આપણી જીવનશૈલીનો ભાગ બની ગયું છે. પરંતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે અને આવનારી પેઢી માટે મોટી સમસ્યા બની શકે છે. આવનારી પેઢીને પ્લાસ્ટિકયુક્ત રાખવી છે કે પ્લાસ્ટિક મુક્ત રાખવી છે એ વિચારવાનો સમય હવે આવી ગયો છે. એક સમજદાર નાગરિક અને સુસંસ્કૃત સમાજ તરીકે આપણે પ્લાસ્ટિકના બિનજરૂરી ઉપયોગથી પર્યાવરણને અને આવનારા ભવિષ્યમાં થનારા ભયાનક જાેખમને સમજવાની જરૂર છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ- ૨૦૨૫થી શરૂ કરાવેલા ‘ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ’ અંતર્ગત રાજ્યના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, દાહોદ એમ સાત જિલ્લાના ૧૯,૨૨૫ હેક્ટર વિસ્તારમાં વૃક્ષો- રોપાઓ વાવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસથી વડાપ્રધાને રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર એમ ચાર ‘આર’ થી પર્યાવરણ રક્ષાનો મંત્ર આપ્યો છે. નરેન્દ્રભાઈ એવા વિઝનરી લીડર છે કે તેમણે દેશ અને દુનિયાને પર્યાવરણ રક્ષા અને કુદરતી સ્ત્રોતના સંવર્ધનનો હંમેશા આગવો માર્ગ ચીંધ્યો છે. ‘વન સન, વન અર્થ’થી રિન્યુએબલ એનર્જી, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ‘નેટ ઝીરો’, પર્યાવરણ પ્રિય વિકાસ માટે ‘ગ્રીન ગ્રોથ’ અને ધરતી માતાને હરિયાળી રાખવા માટે ‘એક પેડ માં કે નામ’ જેવા દિશાદર્શક સફળ પ્રયોગો વડાપ્રધાને દેશને આપ્યા છે. વરસાદી પાણીને જમીનમાં ઉતારીને જળ સંચય માટે ‘કેચ ધ રેન’ અને ‘મિશન લાઈફ’ દ્વારા આપણા રોજબરોજના જીવનમાં પર્યાવરણ પ્રકૃતિના રક્ષણનો વિચાર પણ વડાપ્રધાને આપ્યો છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં વિવિધ સ્થળોએ ક્લોથ બેગ વેન્ડીંગ મશીન અને પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂક્યા છે તેના ઉલ્લેખ સાથે લોકોને કાપડની થેલી વાપરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કાપડની થેલીનો ઉપયોગ, પાણી માટે સ્ટીલની બોટલ રાખવી જેવા નાના નાના પ્રયાસો અને આદતો કેળવીને આપણે પોતે જ પરિવર્તનની શરૂઆત કરવી જાેઈએ. વડાપ્રધાને આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસે ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ના સંકલ્પથી ભારતને પ્લાસ્ટિક પ્રદૂષણમુક્ત બનાવવાની ઝુંબેશ ઉપાડી છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વન-પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, આજનો દિવસ સંકલ્પનો - સંરક્ષણનો અને સંવેદનાનો છે. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’-૨૦૨૫ની થીમ “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” નક્કી કરાઈ છે. વેદકાળથી આપણે પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છીએ. આપણા વેદોમાં પાણીના સંરક્ષણ અંગેના મંત્રો છે. આપણે તો ‘છોડમાં રણછોડ’ના દર્શન કરીએ છીએ. શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે “વૃક્ષોમાં હું પીપળો છું, પ્રાણીઓમાં હું સિંહ છું”. આજે પણ આપણી માતાઓ- બહેનો વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરે છે. ભારતમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે અતૂટ નાતો છે. આપણી પ્રકૃતિમય સંસ્કૃતિ એ આપણી આગવી વિશેષતા છે. તેમણે જણાવ્યું હતું કે, ભૌતિક સુવિધાઓ આજે પર્યાવરણ માટે જાેખમ બની ગઈ છે. વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક પેડ માં કે નામ‘ અને માતૃત્વ વનમાં વૃક્ષારોપણ કરી આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકથી આજે નાગરિક પ્રભાવિત છે. ખોરાકમાં પણ હવે પ્લાસ્ટિકના અંશો જાેવા મળે છે. ગત ૨૨ મે થી રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમ હેઠળ ૧.૫ લાખથી વધુ નાગરિકોએ ૨૫૦૦થી વધુ કાર્યક્રમના આયોજન થકી બીચ ક્લિનિંગ, ગાર્ડન ક્લિનિંગ જેવા કાર્યક્રમો દ્વારા ૬ લાખ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી નિકાલ કરાયો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્લાસ્ટિકના રિસાયકલ અને રિયુઝને લગતા વિવિધ ઇનોવેશન- સ્ટાર્ટઅપ્સના પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈને ઇનોવેટર્સને પ્રોત્સાહિત કર્યા હતા. ‘ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની બેસ્ટ પ્રેક્ટિસીસ’, ‘એક પેડ માં કે નામ’ અને વિશ્વ પર્યાવરણ દિવસની પ્રિ-કેમ્પેન વિષય પર દસ્તાવેજી ફિલ્મ પ્રસ્તુત કરાઈ હતી. સુરત ખાતે અફલ્યૂઍન્ટ ટ્રેડિંગ માટે સીઈટીપી અને તેની સભ્ય યુનિટ્સ વચ્ચે વ્યૂહાત્મક સમજૂતી કરાર-સ્ર્ંેં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુલ ૧૧ જેટલા વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ કરાયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution