જામનગર, પોષ મહિનાની પૂનમ હોવાથી જગત મંદિર ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તો દૂરદૂરથી આવ્યા છે. ત્યારે દેવસ્થાન સમિતિ દ્વારા મંદિરને આજથી આઠ દિવસ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. જાે કે કેટલાક ભક્તો દૂરદૂરથી રેલવેની ટિકિટો બુક કરાવી દ્વારકા મંદિર ખાતે પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી હતી કે દ્વારકાધીશ મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે આઠ દિવસ બંધ છે. ત્યારે ભક્તોમાં પણ રોષની લાગણી પ્રસરી ગઇ હતી. જેથી ભગવાન દ્વારકાધીશના દર્શન પગથિયા પાસેથી જ કરી ભક્તો પાછા ફર્યા હતા અને અમુક ભક્તો ભગવાન દ્વારકાધીશના મંદિરના દ્વારના દર્શન કરીને પાછા ફર્યા હોય તેવા દ્રશ્યો પણ જાેવા મળ્યા છે.જગત મંદિર દ્વારકાધીશ મંદિર ૧૭ જાન્યુઆરીથી ૮ દિવસ માટે બંધ કરાતાં એના વિરોધમાં દ્વારકાની વિવિધ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે. જેઓ દેવભૂમિ દ્વારકાની પ્રાંત કચેરીએ જઈ આવેદનપત્ર આપશે તેવું સૂત્રો પાસેથી જાેણવા મળ્યું હતું. જ્યારે બીજી તરફ આજે પોષ મહિનાની પૂનમ હોઈ, વહેલી સવારથી ભાવિકો જગત મંદિરે આવી મંદિરનાં પગથિયે શીશ ઝુકાવી ધ્વજાના દર્શન કરી ભારે હ્રદયે પરત ફર્યા છે તેવા દ્રશ્યો પણ જાેવા મળ્યા છે. આજથી જગત મંદિર બંધના ર્નિણયથી સમગ્ર મંદિર પરિસર અને દ્વારકાના બજારો સુમસામ દેખાઈ રહ્યા છે. આગામી ૨૩ જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવાનો ર્નિણય સામે કોવિડના ગાઈડલાઈન સાથે જગતમંદિરના દ્વાર ખોલવા અપીલ કરાઈ રહી છે. દ્વારકામાં અનેક હોટલોના બુકીંગ પણ કેન્સલ થયા છે. દેવસ્થાન સમિતિ દ્વારા મંદિર બંધની જાહેરાત મોડી કરાતાં દ્વારકાધીશ મંદિરમાં પહોંચેલા ભક્તો તથા યાત્રિકો રોષે ભરાયા છે. ત્યારે એક ભક્ત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હું ધાનેરા-બનાસકાંઠાથી આવું છું, તો હવે અમે લોકો દર પૂનમે આવીએ છીએ. આ વખતે મેં પરમ દિવસ પહેલા નોટિસ ચેક કરી તેમાં એવું હતું કે દર્શન રાબેતા મુજબ દર્શન ચાલુ છે. ત્યારબાદ અમે રેલ્વેની ટિકિટ કરાવી દ્વારકા આવ્યા પછી ખબર પડી કે દર્શન બંધ છે. જ્યારે ગઈકાલે જ એવી નોટિસ આવી કે દર્શન બંધ છે. પ્રશાસને થોડી પહેલા જાણ કરવી જાેઈએ.