ભક્તો ચિંતીત,ત્રીજી લહેરના ભય વચ્ચે શું ભાદરવી પૂનમની ઉજવણી થશે?
04, સપ્ટેમ્બર 2021

પાટણ-

પાટણ સહિત જિલ્લામાંથી ૬૧ પગપાળા સંઘો મૈયાના દર્શનાર્થે જતા હતા. જાેકે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ મીની કુંભ મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઇ ર્નિણય સરકાર દ્વારા જાહેર કરાયો નથી. જેને લઇ શ્રદ્ધાળુઓ અસમંજસમાં મુકાયા છે. માઇભકતો હાલ પોતાની અનુકુળતાએ અંબાજી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આજે પાટણ શહેરના દ્વારકેશ મિત્ર મંડળ સંઘ માતાજીના રથ સાથે ૩૦ જેટલા પદયાત્રીઓ પગપાળા સંઘે મૈયાના જ્યધોષ સાથે અંબાજી યાત્રાધામ ખાતે પ્રસ્થાન કર્યું હતું. આમ આગામી ભાદરવી પૂનમના મેળા પૂર્વે હજારો શ્રધ્ધાળુ, માઇભકતો અને પગપાળા સંઘો ધીમા પગલે અંબાના ધામે જઈ રહ્યા છે.પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શકિતપીઠ ખાતે છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણની પરિસ્થિતિને પગલે સાત દિવસીય મીનીકુંભ મેળો સ્થગીત કરી દેવામાં આવ્યો હતો. જાેકે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ મીની કુંભ મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઇ ર્નિણય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો નથી. જેને લઇ શ્રધ્ધાળુઓ અસમંજસમાં મુકાયા છે. ત્યારે ચાલું વર્ષે પાટણ પંથકમાંથી એકલ-દોકલ પગપાળા સંઘો મૈયાના ધામ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે.

ભારત વર્ષનાં ૫૧ શકિતપીઠોમાં જેની ગણના થાય છે, એવા અરવલ્લીની ગીરીકંદરાઓમાં બીરાજમાન આદ્યશકિતના ધામ સાથે કરોડો શ્રધ્ધાળુઓની આસ્થા જાેડાયેલી છે. પ્રતિવર્ષે ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી યાત્રાધામ અંબાજી ખાતે મીની મહાકુંભ મેળો યોજાય છે. જ્યાં સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ અને પગપાળા યાત્રા સંઘો મૈયાના જ્ય ધોષ સાથે માના આશીર્વાદ મેળવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ છેલ્લા બે વર્ષથી અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમનો મેળો સ્થગીત કરી દેવામાં આવ્યો હતો. જાેકે, માઇભકતોની આસ્થા આજેપણ અકબંધ જાેવા મળી રહી છે.

હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિ થાળે પડતા પાટણ સહિત આસપાસના પંથકમાંથી શ્રધ્ધાળુ, માઇભક્તો મૈયાને શીશ નમાવા પગપાળા અંબાજી ધામ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આગામી ૩ સપ્ટેમ્બરથી પાટણ સહિત આસપાસના પંથકમાંથી એકલ-દોકલ યુવાનો સહિત અનેક શ્રધ્ધાળુઓ મૈયાના દર્શનાર્થે જશે. છેલ્લા ઘણા વર્ષોથી રથ સાથે સંઘ લઇને જતા પાટણ ઝીણીપોળના સર્કિટ હાઉસ ગ્રુપના ૩૫ યુવકો આ વખતે ૫૨ ગજની ધજા સાથે શનિવારે સાયકલ પર સવાર થઇ માં અંબાના ધામમાં પ્રસ્થાન કરશે. તો સાથે સાથે ગુર્જરવાડા, નાગરલીમડી, બળીયાપાડા સહિતના સંઘના યુવાનો પોતાની અનુકૂળતાએ માં ના ધામ તરફ પ્રસ્થાન કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution