DGCAને  વિન્ટર સિઝનમાં 12,983 ડોમેસ્ટીક ફ્લાઈટ માટે મંજૂરી આપી
26, ઓક્ટોબર 2020

દિલ્હી-

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ વિન્ટર શિડ્યુઅલ માટે એવિએશન કંપનીઓને 12,983 સાપ્તાહિક ઘરેલુ ઉડ્ડયન માટે મંજૂરી આપી છે. આ માટેનો શિડ્યુઅલ 25 ઓક્ટોબરથી આગામી વર્ષ 27 માર્ચ સુધી રહેશે. ડીજીસીએએ રવિવારે કહ્યું કે દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોએ 6006 ઉડ્ડાનો માટે મંજૂરી મેળવી છે. જ્યારે સ્પાઈસ જેટને 1,957 અને ગો એરને ૧,૨૦૩ ફ્લાઈટ માટે મંજૂરી મળી છે. સરકારી વિમાની કંપની એર ઈન્ડિયાને 1126 તથા પ્રાદેશિક એરલાઈન એલાયન્સ એરને 610 ફ્લાઈટ માટે મંજૂરી મળી છે.

આ ઉડ્ડયન સેવા દેશના 95 એરપોર્ટથી ઓપરેટ થશે. કોરોનાવાયરસ સંકટની સ્થિતિને જાેતા વર્તમાન સમયમાં દેશમાં એરલાઈન્સ કંપનીઓને મહત્તમ 60 ટકા ફ્લાઈટ ઓપરેશન માટે મંજૂરી છે. ભારતમાં કોરોનાને લીધે ૨ મહિના સુધી વિમાની સેવા પર પ્રતિબંધ હતો. 25 મેના રોજ કેટલીક સ્થાનિક ઉડાનો ફરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે એરલાયન્સ કંપનીઓને ફક્ત 33 ટકા ફ્લાઈટ ઓપરેટ કરવા મંજૂરી મળી હતી. ત્યારબાદ ધીમે ધીમે આ સંખ્યાને વધારવામાં આવી રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution