ધનસુરા પોલીસે કીડીગામ પાસે કારમાંથી દારૂ સાથે બે બૂટલેગરને ઝડપી પાડ્‌યા
02, જુલાઈ 2020

ધનસુરા,તા.૧ 

ધનસુરા પી.એસ.આઈ પી.ડી.રાઠોડના માર્ગદર્શન હેઠળ ધનસુરા પોલીસે કીડી ગામ નજીક દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિઓને પકડી પાડ્‌યા હતા.તેમની પાસેથી ૫,૩૨,૯૭૫ રૂપિયાનો મુદ્દામાલ પણ પકડી પાડ્‌યો હતો. ધનસુરા પી.એસ.આઈના માર્ગદર્શન હેઠળ ધનસુરા પોલીસેચાર દિવસમાં ૩ કિસ્સાઓમાં ૬ થી વધુ બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્‌યા છે.આ અગાઉ ધનસુરા પોલીસે ધનસુરા પી.એસ.આઈ પી.ડી.રાઠોડના માર્ગદર્શન હેઠળ આમોદરા પાસે બે બુટલેગરો અને રહિયોલ પાસે બે બુટલેગરોને ઝડપી પાડ્‌યા હતા.ધનસુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમીના આધારે કીડી ગામ નજીક વગર પરમીટે પરપ્રાંતના વિદેશી દારૂની બોટલો ૫૯૮ નંગ જેની કિંમત ૧,૨૭,૯૭૫ સાથે બે આરોપીઓ સુરેશસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથારવિન્દ્રસિંહ નવલસિંહ ઝાલા રહે-સવાપુર તાલુકો-તલોદ જિલ્લો-સાબરકાંઠાને રૂ.૫,૩૨,૯૭૫ ના મુદ્દામાલ સાથે પકડી પાડ્‌યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution