ભરૂચ, ભરૂચનાં ઝાડેશ્વર રોડ પર સર્વેશ્વર સોસાયટી પાસે ડિવાઈડર તોડી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવામાં આવ્યો છે. ભારી વાહનો સરળતાથી અવર જવર કરી શકે તેમ નથી, છતાં કેટલાક મોટા વાહન ચાલકો ત્યાંથી વાહનો પસાર કરી જાેખમ લે છે. ગતરોજ એક ટ્રક ચાલકે તોડેલા ડિવાઈડર પાસેથી ટ્રક પસાર કરી રહ્યો હતો, ત્યારે સિમેન્ટ કોન્ક્રીટનો બેનલ ડિવાઈડરમાંથી સળિયા બહાર ઉપસેલા હતા. પરિણામે ટ્રક પસાર કરતી વેળાએ ડિવાઈડરના બહાર નીકળેલા સળિયા ટ્રકની ડીઝલ ભરેલ ટાંકીમાં ખુંપી ગયા હતા, જેથી ઇંધન ટાંકીમાંથી ડીઝલ રોડ ઉપર ફેલાયું હતું. એક માહિતી અનુસાર એક એક્ટિવા ચાલક મહિલા ત્રણ વર્ષીય બાળકીને લઈ પસાર થઈ રહી હતી. ડીઝલ માર્ગ ઉપર ઢોળાયું હોય એક્ટિવાના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા મહિલા સહિત નાની બાળકી રોડ ઉપર જ છતાપાટ પડ્યા હતા. તે જ સમયે પાછળથી પુરઝડપે એક મોટરગાડી આવી રહી હતી.