અમદાવાદ, ગત જૂનમાં થયેલી માહિતી ખાતાની ક્લાસ વન,ટુ અને થ્રીની પરીક્ષામાં માહિતી ખાતામાં પરીક્ષા મામલે ઉત્તીર્ણ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યાં હતા. કુલ મળીને ૧૩૭ ઉમેદવારોને દસ્તાવેજાેની ચકાસણી માટે બોલાવાયા હતા. જ્યારે ક્લાસ-૧-૨ની છેલ્લી પરીક્ષામાં ૪૯૦ ઉમેદવારો પાસ થયા હતા. જ્યારે ઉત્તીર્ણ ન થયેલા ૩૫૩ ઉમેદવારોને પોતાની સાથે ન્યાય ન થયો હોય તેમ લાગી રહ્યું છે.જેથી કેટલાક ઉમેદવારો ભરતી પ્રક્રિયા, પરિણામ, પરીક્ષા વગેરેને હાઈકોર્ટમાં પડકારવાનું વિચારી રહ્યાં છે. લાગી રહ્યું છે. ભાજપે કે સરકારના પસંદગીના જ વ્યક્તિઓને લેવા માટે આ એક તખ્તો તૈયાર કરાયો છે. તદુપરાંત ઉમેદવારો એવો પણ આક્ષેપ લગાવી રહ્યાં છે કે, આમાં વિષય પ્રમાણે પરીક્ષાના ગુણ જાહેર નથી કરવામાં આવ્યાં તેમજ કેટેગરી વાઈઝ કટ ઓફ માર્ક્‌સ પણ જાહેર કરવામાં નથી આવ્યાં. વર્ગ ૧ અને ૨ની ભરતીમાં માહિતી ખાતામાં કામ કરતા લોકોને જ પરીક્ષાના બેઝ પર પ્રમોશન આપવા માટેનો આખો તખ્તો ઘડાયો છે એવો ઉમેદવારો આક્ષેપ છે.માહિતી ખાતાએ ક્લાસ-૧, ક્લાસ-૨ અને ક્લાસ-૩ માટે પરીક્ષા લીધી હતી. એ પૈકી ક્લાસ-૩ના ઉમેદવારોને હવે કોઈ પરીક્ષામાંથી પાસ થવાનું નથી. એમની સીધી ભરતી થશે. જ્યારે ક્લાસ-૧ અને ક્લાસ-૨ બન્ને ઉંચા પદ હોવાથી તેની પરીક્ષા પ્રક્રિયા જરા લાંબી છે. બે લેખીત પરીક્ષા ઉપરાંત મૌખીક ઈન્ટર્વ્યુ લઈને એ ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે.પરંતુ શંકા એ વાતે ઉપજી છે કે જે કર્મચારીઓ પહેલેથી માહિતી ખાતામાં છે, પહેલેથી નોકરી કરે છે તેમણે ઉપલા વર્ગમાં પાસ થવા માટે પોતાની લાગવગનો ઉપયોગ કર્યો છે. સ્વાભાવિક રીતે જે કર્મચારીઓ પહેલેથી માહિતી ખાતામાં કામ કરે છે તેમની ઓળખાણ બહારના ઉમેદવારો કરતા વધારે હોય તે સ્વાભાવિક છે. બધા પરીક્ષા આપનારાઓએ લાગવગ જ લગાડી હોય. બધા પરીક્ષા આપનારા શોર્ટકટ અપનાવે એવુ પણ નથી. પરંતુ આ પ્રકારનો આક્ષેપ થયો છે, જેને સાવ ન નકારી શકાય. કેમ કે જે કર્મચારીઓ ક્લાસ-૩માં છે અને ક્લાસ-૨માં પાસ થવા માટે લાગવગ લગાડી છે એવા કેટલાક કર્મચારીઓનું વર્તન પોતાના સાથી કર્મચારીઓ સાથે ફરી ગયું છે. કેમ કે તેમને ખબર છે કે કેટલાક દિવસોમાં તેઓ સાહેબ બની જવાના છે. માહિતી ખાતાએ ક્લાસ-૧, ક્લાસ-૨ અને ક્લાસ-૩ માટે પરીક્ષા લીધી હતી.