કોંગ્રેસમાં અસંતોષ, આ ધારાસભ્ય થયા નારાજ, ધારાસભ્ય પદેથી આપશે રાજીનામુ ?
08, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને ગુજરાતમાં ચૂંટણી પહેલાજ કયાંક ને કયાંક કોંગ્રેસ તૂટતી દેખાઈ રહી છે. ટીકીટ વિતરણ હમેશા કોંગ્રેસમાં ડખા ઉત્પન્ન કરે છે. ટિકિટ ફાળવણીને લઈને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને પક્ષમાં અસંતોષ જોવા મળ્યો હતો. પરંતુ કોંગ્રેસમાં ઉભો થયેલો વિવાદ આંખ ઉડીને વળગે છે.

ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાં સવિશેષ મતભેદ જોવા મળ્યા છે. બહેરામપુરામાં ટિકિટ ફળવાણીને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિરોધ પણ સપાટી ઉપર જોઈ શકાય છે. કોંગ્રેસે મોટાભાગના ઉમેદવારોને અંતિમ સમયે ફોન કરીને ટિકિટ મેન્ડેટ આપ્યા હતા. કોંગ્રેસે ટિકિટ મોડી જાહેર કરી હતી. પોતાની નારાજગી વ્યક્ત કરતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાના પદેથી રાજીનામું પણ આપી શકે છે. અને મળતી માહિતી અનુસાર તેઓ પોતાનું રાજીનામું આપવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાસે જવા માટે રવાના થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution