નાના બાળકોના હાથ સેનિટાઈઝર સાફ કરવા નહીં
27, જુન 2020

કોરોના વાયરસનો ખતરો જેટલો વૃદ્ધોમાં છે તેટલો એક વર્ષથી નાના બાળકોમાં પણ છે. આ ઉંમરના બાળકો વારંવાર મોંમા આંગળી પણ નાંખતા રહે છે, તેથી ડર વધુ રહે છે. તેમના હાથની સફાઇનું ધ્યાન રાખો. જ્યારે પણ બાળક ચાલતું ફરતું થાય ત્યારે દર બે કલાકે તેના હાથ ધુઓ, પરંતુ ધ્યાન રાખો કે સાબુ અને પાણીથી હાથ સાફ કરો. સેનેટાઇઝરમાં આલ્કોહોલ અને બીજા કેમિકલ્સ હોય છે. તેની એલર્જી અને દુષ્પ્રભાવ પણ હોય છે.

લોકડાઉનને લઇને નાના બાળકોમાં વેક્સીનનો સમય જતો રહ્યો હોય અથવા પછી જતો રહેવાનો હોય. પેરેન્ટ્સ વેક્સીનને લઇને પરેશાન ન થાય. નાના બાળકોની શરુઆતની વેક્સિન મહત્ત્વની હોય છે, પરંતુ એવુ બિલકુલ નથી કે વેક્સિન એજ અઠવાડિયામાં સમાપ્ત થઇ જશે. છ, નવ કે બાર મહિને લાગતી વેક્સિન માટે બિલકુલ પરેશાન ન થાવ. તે મોડા પણ લગાવી શકાય છે.

શરદી તાવ હોય તો: આ સીઝનમાં બાળકોને શરદી કે તાવ હોય તો પણ ચિંતા ન કરો. આ સીઝનમાં આ સમસ્યા સામાન્ય છે. જો 100 ડિગ્રી કે તેનાથી ઓછો તાવ હોય તો પરેશાન થવાની જરુર નથી. બાળકોને ઓછાં કપડા પહેરાવો. વધુ લિક્વીડ ડાયેટ કે પાણી પીવા આપો. 100થી વધુ તાવ હોય તો પેરાસિટામોલ આપો. આઇબીપ્રોફેન વાળી દવા ન આપો 

આટલી વાતોનું ધ્યાન રાખો :નાના બાળકોમાં કેટલીક ડેન્જર સાઇન હોય છે. જો પેરેન્ટ્સ તેનુ ધ્યાન રાખે તો સમસ્યા ગંભીર નહીં બને. જો બાળકોને શ્વાસ લેવામા તકલીફ કે સખત તાવ હોય તો હળવાશથી ન લો. બાળકને યુરિન ઓછુ થતુ હોય તે પણ ગંભીર બાબત છે. બાળક સુતુ ન હોય કે તેણે ખાવા પીવાનુ બંધ કરી દીધુ હોય તો સચેત થઇ જાવ, પરંતુ જો આવા લક્ષણ ન હોય તો પરેશાન થવાની જરુર નથી. આજકાલ તો બાળકોને ઘરની અંદર જ રાખો, તેને બિલકુલ બહાર ન કાઢો. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution