15, મે 2022
અમદાવાદ, શહેરમાં આજે ૪૦૦થી વધુનો સ્ટાફ હડતાળ પર ઉતાર્યો છે,. સી ફોર્મના રિન્યૂ ને લઈને અલગ અલગ હોસ્પિટલ અને નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળ પાડવામાં આવી છે. આજે તમામ ઓપીડી બંધ રાખવામાં આવી છે. જેને લઈને અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહના દ્વારા તેની માફી પણ માગવામાં આવી છે. આશ્રમ રોડ વલ્લભ સદનથી વિશાળ રેલી યોજી અને ધારણા કરવામાં આવ્યા છે. ધરણાની મુખ્ય કારણ જાેવામાં આવે તો ૨૦૧૪થી મહાનગરપાલિકા દ્વારા જે બી યુ માટે કહેવામા આવ્યું છે તે લેવા માટે અનેક સમસ્યા છે સાથે સાથે અત્યારે દરેક હોસ્પિટલ અને નર્સિંગ હોમમાં તમામ ફેસિલિટી છે બી યુ પરમીશન જરૂરી કર્યું છે જેને લઈને આમદવાદની અનેક હોસ્પિટલ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ છે જેથી આ બાબતનો યોગ્ય રસ્તો કાઢવો જાેઈએ. આ બાબતની અનેક વખત રજૂઆત મહાનગરપાલિકા અને સરકાર ને કરવામાં આવી છે છતાં પણ કોઈ ઉકેલ કે રસ્તો કાઢવામાં આવ્યો નથી જેથી આજે હડતાલનો સમય આવ્યો છે. હજી કાલનો દિવસ હડતાળ યથાવત રહેશે જાેકે ડોક્ટર્સ કોઈ પણ પોતાના કામ થી રજા લઈ શકે નહિ જેથી તેમણે બ્લડ કેમ્પ યોજી અને સમાજ માટે પોતાની જવાબદારી નિભાવી છે.