મવડોદરામાં આજે સતત ત્રીજા દિવસે આંશિક વાદળિયા વાતાવરણ વચ્ચે સવારે છૂટોછવાયો વરસાદ થયા બાદ મેધરાજાએ વિરામ પાળ્યો હતો. જાે કે, વાદળના ગોટા વચ્ચે શહેરમાંથી પાવાગઢના પણ દર્શન થતાં જાેવા મળ્યા છે. છૂટાછવાયા ઝાપટાંને પગલે ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. મધ્ય ગુજરાતમાં હજુ મેઘરાજાએ જમાવટ કરી નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જાે કે, આગામી ચાર પાંચ દિવસમાં મેઘરાજા જમાવટ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે આજે પણ સવારથી આંશિક વાદળિયા વાતાવરણ વચ્ચે સવારે છૂટાછવાયા હળવા ઝાપટાં થયાં હતાં. ત્યાર બાદ વરસાદે વિરામ પાળ્યો હતો . વરસાદને પગલે ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. વડોદરા શહેર ઉપરાંત કરજણ,શિનોર અને વાઘોડિયા તાલુકામાં હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ર૭.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું.સવારે હવામાં ભેજનુ પ્રમાણ ૮૨ ટકા જે સાંજે ૬૭ ટકા અને હવાનુ દબાણ ૯૯૯.૯ મિલીબાર્સ અને દક્ષિણ પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતી પ્રતિ કલાકના ૨૦ કી.મી. નોંધાઈ હતી.