/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકા માટે યોગ્ય રાષ્ટ્રપતિ નથી: મિશેલ ઓબામા

વોશ્ગિટંન-

નવેમ્બરની શરૂઆતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. આ પહેલાં સોમવારે યુએસ ડેમોક્રેટક સંશોધનની શરૂઆત થઇ હતી. આ સંમેલનમાં અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાએ પણ સંબોધન કર્યું હતું.

મિશેલે પોતાના ભાષણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જાેરદાર હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી માટે 'ખોટા રાષ્ટ્રપતિ' છે. ડોનાલ્ડ ટ્રમ્પ અસમર્થ રાષ્ટ્રપતિ છે. તેમનામાં કોઈ સહાનુભૂતિ નથી. ટ્રમ્પ પ્રશાસનને સંપૂર્ણ રીતે નકારી કાઢતાં કહ્યુ કે, "જ્યારે પણ અમે નેતૃત્વ, આશ્વાસન અથવા સ્થિરતાની આશા રાખીએ છીએ, ત્યારેે અમને ફક્ત ભાગલા, અરાજકતા અને સહાનુભૂતિનો અભાવ જાેવા મળે છે.

તમને જણાવી દઈએ કે, અમેરિકામાં ૩ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. આ વખતે ડેમોક્રેટિક પાર્ટી તરફથી જાે બિડેનને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જાે બિડેન બરાક ઓબામાના કાર્યકાળમાં ઉપરાષ્ટ્રપતિ હતાં. આ વખતે તેઓ ટ્રમ્પ સામે રાષ્ટ્રપતિ પદની રેસમાં ઉભા છે. બિડેને ભારતીય-આફ્રિકન વંશની કમલા હેરિસને ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યાં છે. કમલા હેરિસ હાલમાં કેલિફોર્નિયાના સેનેટર છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution