15, એપ્રીલ 2022
ભારતના પ્રથમ કાયદાપ્રધાન, ભારતરત્ન ડૉ.બાબ સાહેબ આંબેડકરજીએ સાર્વભોમ, લોકશાહી, સમાજવાદી, પ્રજાસતાક અને બિનસાંપ્રદાયિક બંધારણ દેશને આપ્યું. ડૉ. બાબાસાહેબ દ્વારા ઘડવામાં આવેલ વિશ્વનુ સર્વશ્રેષ્ઠ બંધારણ દરિયામાં પધરાવી દેવાની જાહેરમાં વાતો કરતા ભાજપ-આરએસએસના લોકોને ઓળખી લેવાનો સમય પાકી ગયો છે. બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે સમાજના શોષિતો, દલિતો, પીડિતો, ગરીબો, યુવાનો, ખેડૂતો, ઉદ્યોગવીરો, મહિલાઓ અને સામાન્ય નાગરિકોને તેમના હક્ક, અધિકાર આપવાના સંઘર્ષમાં ડૉ. બાબાસાહેબે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકર તમામ સમાજના નેતા હતા. કચડાયેલા, દબાયેલા અને વંચિતોને ખાસ ધ્યાન રાખીને દેશનું સંવિધાન ઘડ્યું હતું. ડૉ. બાબાસાહેબ દ્વારા ઘડાયેલ ભારતનું સંવિધાન સૌને સમાનતાની તક આપે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરને દેશની સરહદો કે રાષ્ટ્રની સરહદો નડતી નથી. તેમના વિચારો આજે પણ એટલા જીવંત છે. ડૉ. બાબાસાહેબે કંડારેલા માર્ગે આપણે આગળ ચાલીએ તે જ તેમને સાચી શ્રધ્ધાંજલી છે. કમનશીબે માત્ર ચૂંટણી સમયે દલિત સમાજના મત મેળવવા માટે મગરના આંસુ સારતા ભાજપના શાસનમાં દલિતો ઉપર સૌથી વધુ અત્યાચારના બનાવો બની રહ્યાં છે.
ડો.બાબાસાહેબ આંબેડકર જયંતીની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ આજે બાબા સાહેબ આંબેડકરની જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પુષ્પાજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી એમ એ પણ બાબા સાહેબ આંબેડકરને નમન કર્યા હતા. તો આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી અને ૭૫ ગ્રંથનું પ્રદર્શન કુલપતિના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. સાથે સાથે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ના નેતાઓ એ પણ અલગ અલગ જગ્યાઓ પર આજે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તો સરસપૂર વોર્ડમાં ભવ્ય મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧ હજારથી વધુ લોકો એ મેડિકલ સેવાનો લાભ લીધો હતો. તો દલિત નેતા જ્ગ્નેશ મેવાણી આજે બાબા સાહેબની ૧૩૧મી જન્મજયંતિ નિમિતે રેલીનું આયોજન કર્યું હતું જેમાં ૧૩૧ કિલો લાડુ રેલીમાં લોકોને વહેંચ્યા હતા.