દિલ્હી-

ભારતમાં કોરોનાના કેસોની રફતાર વધી રહી છે તે જાેતા તમામ વિદેશના લોકોએ ભારતમાં અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.કોરોના સંક્રમણના કેસોમાં ભારત પ્રથમ સ્થાને છે. આ સ્થિતિને ધ્યાનમાં લઇને દેશના પાડોશી દેશ નેપાળે પણ પોતાની સરહદ પર નિયંત્રણ રાખી દીધું છે. નેપાળ સરકાર તરફથી સીસીએમસીએ કુલ ૩૫ બોર્ડરમાંથી ૨૨ બોર્ડર બંધ કરી દીધી છે માત્ર ૧૩ બોર્ડર ચાલુ રાખી છે. .તેમાં પણ જરૂરી લોકોની જ અવરજવર થશે.આ ર્નિણય શુક્રવારે કઠમંડુમાંઆયોજિત બેઠકમાં લેવામાં આવ્યો હતો. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને નેપાળ સરકારે ભારતની ૨૨ સરહદો પર અંકુશ લગાવ્યો છે. ભારતમાં જે પ્રમામે કોરોનાની બીજી લહેર દેશમાં ઘાતક નિવડી રહી છે .નેપાળમાં પણ કોરોનાની સ્થિતિ વણસે નહિ તેના લીધે નેપાળ સરકારે અગમચેતી પગલાં ભર્યા છે.