ન્યુ દિલ્હી,તા.૫

જંગલોમાં મનુષ્યોની દાખલગીરી પછી પહેલેથી જ વૃક્ષોની સંખ્યા ઝડપથી ઘટી રહી હતી. પરંતુ હવે બીજું એક નકારાત્મક પરિવર્તન પણ જાવા મળી રÌšં છે. હવે વાતાવરણ બદલાઈ રÌšં છે. વિશ્વભરના જંગલોમાં વૃક્ષોની લંબાઈ ટૂંકી થઈ રહી છે અને ઉંમર પણ ઘટી રહી છે. તાપમાન અને કાર્બન ડાયોક્સાઇડ વધી રÌšં હોવાથી આ ફેરફારો વધી રહ્યા છે. જા કે, તેની શરૂઆત એક દાયકા પહેલા થઈ ચૂકી છે. 

અમેરિકાની પેસિફિક નોર્થવેસ્ટ નેશનલ લેબોરેટરી દ્વારા આ રિસર્ચ વિશ્વના જંગલો પર કરવામાં આવ્યું છે. રિસર્ચમાં જણાવ્યાનુસાર, હવે વિશ્વભરના જંગલો અને પર્યાવરણ બદલાઇ રહ્યા છે. જંગલોમાં અÂગ્ન, દુષ્કાળ, તીવ્ર પવનને લીધે થતાં નુકસાન જંગલોનું આયુષ્ય ઘટાડી રહ્યા છે અને તેના કારણે પર્યાવરણનું સંતુલન બગડતું જઈ રÌšં છે. આ રિસર્ચના મુખ્ય સંશોધક મેકડોવેલનું કહેવું છે કે, જળવાયુ પરિવર્તન સાથે આ ફેરફાર વધી રહ્યો છે. નવાં જંગલ કરતાં જૂનાં જંગલોમાં વિવિધતા છે અને તેઓ વધુ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. પરંતુ તેમની પર નકારાત્મક અસર જાવા મળી રહી છે. આગામી સમયમાં આપણે જે વૃક્ષ વાવીશું તેના કરતાં જૂના જંગલો મોટા પ્રમાણમાં બદલઈ જશે. જળવાયુ પરિવર્તનને અટકાવવા માટેના બે જ મોટા મંત્ર છે કાર્બન શોષણ અને જૈવવિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી. સંશોધક મેકડોવેલના જણાવ્યા પ્રમાણે, ઝડપથી વધી રહેલું તાપમાન અને કુદરતી આફતો વૃક્ષોને મારી રહ્યા છે. આપણે છેલ્લા ૧૦૦ વર્ષોમાં ઘણા બધા જંગલો ગુમાવ્યા છે. તેમની જગ્યાએ એવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે જે જંગલોની જાતો સાથે મેળ ખાતા નથી. આ સમય દરમિયાન નવા જંગલો ઊભરી આવ્યા. પરંતુ ઝડપથી વિકસતું વૃક્ષ પ્રાણીઓ અને ઝાડ વચ્ચેની પરિÂસ્થતિઓને બદલી રÌšં છે.