કડી , પંદરમી ઓગસ્ટને હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આ રીતે તિરંગા રેલી યોજાઈ ગઈ છે અને હજુ પણ ઉજવણી ચાલી રહી છે. ત્યારે મહેસાણાના કડી વિસ્તારમાં પણ આ રીતે તિરંગા રેલી યોજાઈ હતી. આ તિરંગા રેલીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા. આ તિરંગા રેલી દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ નીતિન પટેલને ઢીંચણમાં ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સરવાર માટે હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગતો એવી છે કે, રાજ્યમાં ઠેર ઠેર હાલ તિરંગા રેલીનું આયોજન થઈ રહ્યુ છે. બીજી તરફ, ઘર ઘર તિરંગા અભિયાન પણ ચાલી રહ્યું છે અને પંદરમી ઓગસ્ટને હવે ગણતરીના જ કલાકો બચ્યા છે. ત્યારે રાજ્યમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી હાલથી જ શરુ થઈ ચૂકી છે. આ દરમિયાન મહેસાણાના કડી વિસ્તારમાં પણ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તિરંગા રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી કરણપુર શાક માર્કેટ પાસે પહોંચી હતી. ત્યારે અહીં કેટલીક રખડતી ગાયો પણ નજરે પડી હતી. જેમાંથી એક રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ તેઓને પગના ઢીંચણમાં ઈજા પહોંચી હતી. એ પછી તાત્કાલિક ધોરણે નીતિન પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, નીતિન પટેલની અધ્યક્ષતામાં કડીમાં આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને સાથે કેટલાંક રાજકીય નેતાઓનો પણ હતા. ત્યારે આ તિરંગા રેલી કરણપુર શાક માર્કેટ પાસેથી પસાર થઈ હતી. એ દરમિયાન અહીં રસ્તે રઝળતી એક ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ અહીં સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. થોડી વાર માટે તિરંગા રેલી સ્થગિત થઈ ગઈ હતી. જાે કે, ગાયે અડફેટે લેતા નીતિન પટેલને પગના ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. એટલે તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જાે કે, ઈજાગ્રસ્ત નીતિન પટેલને કડીથી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત કેવી છે એ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી. પણ તેમની તબિયત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, હોસ્પિટલમાં તેઓને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.

ગાયો રસ્તામાં કેમ આવી ? સાગર રબારી

મહેસાણાના કડીમાં તિરંગા યાત્રા દરમિયાન રેલીમાં ધસી આવેલી ગાયે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને અડફેટે લઈને ઇજા પહોંચાડી હતી. જે અંગે આમ આદમી પાર્ટી-’આપ’ના પ્રદેશ ઉપપ્રમુખ અને બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગર રબારીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગાયો રસ્તા ઉપર કેમ આવી? તે અંગે ફોડ પાડતા ભાજપ પર પ્રહાર કર્યા હતા કે, ગાયોના ગૌચરને ભાજપના કોર્પોરેટ મિત્રો ખાઈ ગયા છે. જેથી ગાયોને આમ તેમ ભટકવું પડે છે.

નીતિન પટેલને ગાયે અડફેટે લેતાં સરકાર પર અનેક કટાક્ષ થયાં

કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પડી ગયા હતા જેને કારણે તેમને હવે આરામ કરવાનું કહ્યું હતું. પરંતુ જેના આ સમાચાર આવ્યાં તેની સાથે જ વિરોધીઓએ ભાજપ સરકાર પર નિશાન તાક્યુ હતું તેમજ પસ્તાળ પાડી હતી. આ ઉપરાંત અનેક કટાક્ષ પણ શરૂ થઇ ગયા હતાં. જેમાં નીતિન પટેલ પર પડતા પર પાટુ અને પાર્ટીએ તો ન છોડ્યા પણ ગાયે પણ અડફેટે લીધા તેવા અનેક કટાક્ષ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સૌથી મોટી વાતતો એ હતી કે સોશિયલ મિડિયા પર અલગ અલગ મીમ તૈયાર થઇને ફરતા થઇ ગયાં હતાં. જાેકે લોકોએ એ વાતનો હાશકારો વ્યક્ત કર્યો હતો કે નિતીન પટલને ગંભીર ઇજા થઇ નથી. રાજકીય કદ વેતરાઇ ગયા બાદ હાંસિયામા ધકેલાઇ ગયેલા નિતીન પટેલની દશા બેઠી છે તેવી પણ તેમના હરિફો ચર્ચા કરતા નજરે ચઢ્યા હતાં.