મની લોન્ડરિંગ મામલે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના ઘરે EDના દરોડા
24, નવેમ્બર 2020

દિલ્હી-

ઇડીએ મની લોન્ડરિંગ મામલે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના થાણે ખાતેના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે. કહેવાય છે કે ઈડી પ્રતાપ સરનાઈકના ઘર અને ઓફિસ સહિત મુંબઈ અને થાણેના 10 ઠેકાણા પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જાે કે ઈડીએ હજુ એ જાણકારી નથી આપી કે આ દરોડા કયા કેસમાં પાડવામાં આવ્યા છે.

અત્રે જણાવવાનું કે પ્રતાપ સરનાઈક થાણેના ઓવલા-મજીવાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે. તેઓ શિવસેનાના મહારાષ્ટ્ર પ્રવક્તા અને મીરા ભાયંદર વિસ્તારના સંચાર નેતા પણ છે. સરનાઈક ભાજપ વિરુદ્ધ સતત આક્રમક રહે છે અને હાલમાં જ કંગના રનૌત દ્વારા મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર સાથે કરવાના મામલે રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માગણી બાદ ચર્ચામાં આવ્યા હતા.

આ ઉપરાંત અર્નબ ગોસ્વામીના વિરોધમાં વિધાનસભામાં વિશેષ અધિકાર હનનનો પ્રસ્તાવ લઈને પણ આવ્યા હતા અને કલર્સ ચેનલના શો બિગ બોસમાં કુમાર શાનૂના પુત્ર જાન શાનૂના મરાઠી વિરુદ્ધ બોલવાનો મુદ્દો પણ તેમણે જ ઉઠાવ્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution