ગાંધીનગર-

ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણી વહેલી સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું. 8261 બેઠકો માટે 22216 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. મતદાનને લઈને સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતાં. ગુજરાતમાં રવિવાર 28મી ફેબ્રુઆરી 2021ના રોજ, 31 જિલ્લા પંચાયત, 214 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન યોજાશે. 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો સહીત કુલ 8474 બેઠકો માટે ચૂંટણી યોજાશે. મતદાન પૂર્વે જ કડી અને ઉના નગરપાલિકા ભાજપના ફાળે આવી ચૂકી છે.

આ મતદાનની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ સવારના 9 કલાકેથી હાથ ધરાશે. 2015માં પાટીદાર અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી ચૂંટણીમાં, 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો હારી ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી .જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.