અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે મતગણતરી દરમિયાન કોવિડની અસર જોવા મળશે. રાજ્ય ચૂંટણી આયોગે મત ગણતરી માટેની SOP બહાર પાડી છે. જે મુજબ મતગણતરી હોલમાં 7 કરતાં વધુ ગણતરીના ટેબલને મંજૂરી નહીં આપવામાં આવે. આ સાથે જ મત ગણતરી કેન્દ્ર ઉપર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાશે. તો વિજેતા ઉમેદવાર સભા કે સરઘસ મત ગણતરીના સ્થળે કરી શકશે નહીં.

મતગણતરી માટે વધારાના ચૂંટણી મદદનીશ અધિકારીની નિમણૂંક કરવાની રહેશે. મતગણતરી સ્થળે તમામ કર્મચારી અધિકારીઓને ફેસ માસ્ક પહેરવા ફરજિયાત છે. તો મતગણતરી માટે શક્ય હોય ત્યાં સુધી મોટા હોલની પસંદગી કરવાની રહેશે. મતગણતરી પહેલાં સ્થળને સેનેટાઈઝર કરવાનું રહેશે. તો મતગણતરી પૂર્ણ થયા બાદ EVMને સેનેટાઇઝ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવાના રહેશે.

1) મત ગણતરી હોલમાં 7 કરતાં વધુ ગણતરીના ટેબલને મંજૂરી નહીં આપવામાં આવે.

2) મતગણતરી માટે શક્ય હોય ત્યાં સુધી મોટા હોલની પસંદગી કરવાની રહેશે.

3) મતગણતરી પહેલાં સ્થળને સેનેટાઈઝર કરવાનું રહેશે.

4) મત ગણતરી સ્થળે તમામ કર્મચારી, અધિકારીઓને ફેસ માસ્ક પહેરવા ફરજિયાત છે.

5) મતગણતરી માટે વધારાના ચૂંટણી મદદનીશ અધિકારીની નિમણૂંક કરવાની રહેશે.

6) વિજેતા ઉમેદવાર મત ગણતરીના સ્થળે સભા કે સરઘસ કરી શકશે નહીં.

7) મતગણતરી પૂર્ણ થયા બાદ EVMને સેનેટાઇઝ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવાના રહેશે.