ELECTION 2021: મહેસાણાના બેચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
16, ફેબ્રુઆરી 2021

મહેસાણા-

જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ઉમેદવારના નામ જાહેર કરવા અને મેન્ડેટ આપવા બદલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી. જિલ્લામાં એક તરફ વિસનગર તાલુકા સમિતિએ ટિકિટ મામલે લેતીદેતીના આક્ષેપો સાથે સામુહિક રાજીનામાં પાઠવી કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. તો બીજી તરફ બેચરાજી અને કડીમાં કોંગ્રેસના બે જૂથો મેન્ડેટ અને ઉમેદવારી અંગે સામસામે આવી ગયા અને મારામારી કરી હતી. ભારે રકઝક થતા કડીના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા અને બેચારજીના વર્તમાન ધારાસભ્ય ભરત ઠાકોર સાથે ઝપાઝપી અને હુમલાના દૃશ્યો સામે આવ્યા હતા.મહત્ત્વનું છે કે, કોંગ્રેસના ગીતાબેન દેસાઈ અને અશોકભાઈ પટેલના મેન્ડેટ ફાડી નાખવા બાબતે બોલાચાલી થઈ હતી. આમાં લાલજીભાઈ સેવા દળના રાષ્ટીય અધ્યક્ષના જૂથ અને બહુચરાજી ધારાસભ્ય ભરતજી જૂથ વચ્ચે ભારે તકરાર થઈ હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution