રાજકોટ-

આગામી તા. ૨૧મીએ યોજાનાર રાજકોટ મહાનગરપાલિકાનીસામાન્ય ચુંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ સુનિશ્ચિત કરાયા છે. જ ેઅન્વયે મહાનગરપાલિકાના વોર્ડનં-૧ થી ૩ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ વીરબાઇમા મહિલા કોલેજ, નિર્મલા રોડ, ફાયરબ્રીગેડ સામે, રાજકોટ ખાતે રહેશે.

વોર્ડ નં-૪ થી ૬ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૭ થી ૯ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ એસ.વી. વિરાણી હાઇસ્કુલ, ટાગોર રોડ, હેમુગઢવી હોલની બાજુમાં, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૧૦ થી ૧૨ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ એ.વી. પારેખ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ઓલ્ડ બીલ્ડીગ (એ.વી.પી.ટી.) ટાગોર રોડ, હેમુગઢવી હોલ સામે, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૧૩ થી ૧૫ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ઇ.વી.એમ. ડીસ્પેચીંગ / રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ પી.ડી. માલવીયા કોલેજ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રહેશે. જયારે વોર્ડનં-૧૬ થી ૧૮ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ઇ.વી.એમ. ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ પૂજય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ, આનંદનગર મેઇનરોડ, વાણીયાવાડી, રાજકોટ ખાતે રહેશે.