મહેસાણા-

લાંબા સમયથી ગુજરાતમાં મેઘરાજાની રાહ જાેવાઈ રહી છે. કેટલાંક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે તો કેટલાંક જિલ્લા હજુ પણ કોરા છે. ખાસ કરીને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ હજું જાેઈએ એવા વરસાદની એન્ટ્રી થઈ નથી. જાેકે, એ પહેલાં સારા સમાચાર એ છે કે, વરસાદ પહેલાંની સ્થિતિમાં પણ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો લગભગ ૩૨ ટકા સુધી ઉપલબ્ધ છે.

વરસાદ ખેંચાય તો પણ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના લોકોને પાણીની તંગી નહીં પડે. વરસાદ ખેંચાય તો આવતા ચોમાસા સુધી ચાલી રહે તેટલો પીવાના પાણી નો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે. ધરોઈ ડેમ ની વાત કરીએ તો સાબરકાઠા બનાસકાઠા અને મેહસાણા જીલ્લાના ૩૬૨ ગામો.૧૭૮ પરાઓ અને ૯ શહેરો ને પીવાનું પાણી ધરોઈ ડેમ માંથી આપવામાં આવે છે અને ૧૭ કરોડ લીટર જેટલો પીવાના પાણી નો જત્થો દૈનિક આપવામાં આવે છે. હાલ ધરોઈ ડેમ માં ૩૧.૯૦ ટકા જત્થો છે અને એમાં થી ૨૬.૪૧ ટકા જેટલો જથ્થોઉપયોગ માં લઇ શકાય છે. જાે ચાલુ સાલે વરસાદ ખેચાય તો પણ આગામી ચોમાસા સુધી ચાલી રહે તેટલો પર્યાપ્ત જત્થો ઉપલબ્ધ છે. જેથી આગામી સમયમાં પાણીની અછત નહિ વર્તાય તેવું ધરોઈ કાર્યપાલક ઈજનેર ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું છે. એકંદરે મહેસાણા સહિત સમગ્ર ગુજરાત માટે આ ખુબ જ મોટી રાહતના સમાચાર કહી શકાય. સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો પણ જથ્થો ઉપલબ્ધ હોવાથી લોકોનો હાલાકી નહીં ભોગવવી પડે.