ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસના સુકાની કોણ બનશે, જૂઓ આ નેતાઓના નામ ચર્ચામાં
05, માર્ચ 2021

ગાંધીનગર-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ધબડકા પછી હવે પ્રદેશ કોંગ્રેસમાં મનોમંથન શરૂ થઈ ગયું છે કે નવા સુકાની કોને બનાવવા.  ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના રાજીનામા આપી દીધા હતા. રાજ્યમાં છ મહાનગર પાલિકા ગુમાવ્યા બાદ કોંગ્રેસનું જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ધોવાણ થયું હતું. હવે કોંગ્રેસમાં નવા નેતૃત્વને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.

અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામા બાદ કોંગ્રેસમાં હવે નવા નેતા કોણ બનશે તે સૌથી મોટો સવાલ છે. આ ર્નિણય પાર્ટી હાઈ કમાન્ડ લેશે. ત્યારે કોંગ્રેસમાં આ અંચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ માટે પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં છે. મોઢવાડિયા આ રેસમાં સૌથી આગળ છે. તો ઉત્તર ગુજરાતના ઠાકોર નેતા જગદીશ ઠાકોરનું નામ પણ પ્રદેશ પ્રમુખ માટે ચર્ચામાં છે.

આ સિવાય રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ જાે પાર્ટી હાઈ કમાન્ડ કહેશે તો પ્રદેશમાં અધ્યક્ષનું પદ સંભાળી શકે છે. આ સિવાય યુવા નેતા ઇન્દ્રવિજય સિંહ ગોહિલનું નામ પણ ચર્ચામાં છે. હવે જાેવાનું રહેશે કે ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ હાઈ કમાન્ડ ક્યા નેતા પર વિશ્વાસ મુકે છે.

આ સિવાય કોંગ્રેસ પાર્ટી નવા વિપક્ષ નેતા પર પણ ધ્યાન આપી રહી છે. પાર્ટી હાઈ કમાન્ડ જ્ઞાતિના સમીકરણ જાેઈને જ નેતાઓની પસંદગી કરશે. આ સાથે જે વિસ્તારમાંથી અધ્યક્ષ બનાવાશે તે વિસ્તારમાંથી કોઈને નેતા વિપક્ષનું પદ અપાશે નહીં. કોંગ્રેસમાં હાલ વિપક્ષ નેતા તરીકે શૈલેષ પરમારના નામની ચર્ચા થઈ રહી છે. તો આદિવાસી નેતાઓમાં અશ્વિન કોટવાલ અને ઇનિલ જાેશીયારા પણ રેસમાં છે. જાે કોંગ્રેસ પાટીદારને જવાબદારી સોંપશે તો વિરજી ઠુમ્મર પર પણ કળશ ઢોળાઈ શકે છે. આ મહિનાના અંત સુધીમાં પાર્ટી નવા નામની જાહેરાત કરી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution