દિલ્હી-

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. આ વચ્ચે બવે તમામની નજર કોરોના વેક્સિન પર છે. વેક્સિનના આવવાથી જનજીવન ફરીથી પાટા પર આવશે તેવું મનાઈ રહ્યું છે. પણ એક નવી સ્ટડીમાં એક્સપર્ટે આ વાયરસના બદલતાં સ્વરૂપ જોવા મળ્યા છે. અને તે ખુબ જ ચિંતાનો વિષય છે. જો આ વાયરસ વારંવાર પોતાનું સ્વરૂપ બદલતો રહેશે તો વેક્સિનની અસરમાં પણ ફરક પડશે અને સંભવ તો એ પણ છે કે વેક્સિન પણ આ સંક્રમણને રોકી નહીં શકે. જનર્લ ઓફ લેબોરેટરી ફિઝિશિયનની આ રિપોર્ટમાં ૧૩૨૫ જીનોમ, ૧૬૦૪ સ્પાઈક પ્રોટીન અને ૨૭૯ આંશિક સ્પાઈટ પ્રોટીનના વિશ્લેષણ પર આધારિત છે. આ તપાસ નમૂનાઓને ૧ મે સુધી અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશનમાં રાખવામાં આવ્યા હતા અને અહીં જ તેના પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચના પ્રમુખ ડો. સરમન સિંહે કહ્યું કે, તેઓને સ્પાઈક પ્રોટીનમાં ૧૨ મ્યુટેશન મળ્યા છે. જેમાં છ નોવેલ મ્યુટેશન હતા. ઇન્ડિયન સ્ત્રેઇન વાયરસના સંક્રમણમાં પણ આનુવંશિક પરિવર્તન જોવા મળ્યું છે.

તેઓએ કહ્યું કે, અમે નથી જાણતાં કે આ રોગના વિષાણુને કેવી રીતે પ્રભાવિત કરશે. એક્સપર્ટનું કહેવું છે કે અમેરિકાથી એસએઆરએસ-સીઓવી-૨ના જીનોમથી નીકળીને સ્પાઈક પ્રોટીનમાં મહત્તમ આનુવંશિક પરિવર્તન જોવા મળ્યું છે. સિંહે કહ્યું કે, વાયરસ અલગ-અલગ વાતાવરણના સંપર્કમાં આવવા પર પોતાની આનુવંશિક સંરચના બદલાવવા માટે જાણીતો છે. પણ આ મામલામાં પરિવર્તન ખુબ જ ઝડપથી થઈ રહ્યું છે. મને વિશ્વાસ નથી કે આ બીમારી ફેલાવવા પર કેવી અસર નાખશે. આ રિપોર્ટમાં અનેક રિસર્ચ ઈન્સ્ટિટ્યુટે ભાગ લીધો હતો જેમાં સંક્રામક રોગો અને વૈશ્વિક સ્વાસ્થ્ય કાર્યક્રમમાં પ્રતિરક્ષા, મૈકગિલ વિશ્વવિદ્યાલય સ્વાસ્થ્ય કેન્દ્રના અનુસંધાન સંસ્થાન અને મૈકગિલ ઈન્ટરનેશનલ ટીબી સેન્ટર, કેનેડાના એક્સપર્ટ સામેલ હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્પાઈક પ્રોટિન વેક્સિનના વિકાસનું પ્રમુખ લક્ષ્‍ય હતુ પણ વૈશ્વિક સ્તર પર ઉપલબ્ધ તમામ જીનોમોમાં એન્ટીજેનિક એપિટોપમાં અનેક પરિવર્તન જોવા મળ્યા છે.